Site icon Revoi.in

બીસીસીઆઈના પ્રમુખ અને ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ – છાતીમાં દુખાવાની હતી ફરીયાદ

Social Share

દિલ્હીઃ-બીસીસીઆઈના પ્રમુખ અને ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને અચાનક છાતીમાં દુખાવોની ફરિયાદ થતામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેઓને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં  સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, હાલ તેમની હાલત સ્થિર હોવાની માહિતી મળી આવી છે.

પશ્વિમબંગાળના સીએમ મમતા બેનર્જીએ ટ્વિટ કર્યું

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગાંગુલી જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું, ‘સૌરવ ગાંગુલીને હળવો હાર્ટ એટેક આવ્યો છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તે સાંભળીને દુઃખ થયું, જલ્દી તેઓ સારા થાય તેવી પ્રાર્થના કરું છું,. ગાંગુલી અને તેના પરિવાર માટે પ્રાર્થના કરું છું.

સાહિન-