BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટીવ- હોસ્પિટલમાં દાખલ કરાયા
- સૌરવ ગાંગુલીને થયો કોરોના
- સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા
દિલ્હીઃ-દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના હવે એન્ક સેલિબ્રિટીઓને પણ ઝપેટમાં લઈ રહ્યો છે ત્યારે હવે સમાચાર મળશી રહ્યા છે કે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. સોમવારે રાત્રે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, તેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સૌવર ગાંગુલીને કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 49 વર્ષીય ગાંગુલી એક વર્ષમાં બીજી વખત હોસ્પિટલમાં કારણે દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા જાન્યુઆરીમાં તેમને હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેને કોરોના રસીના બંને ડોઝ મળ્યા છે. આમ છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દેશમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે ગાંગુલીનું સંક્રમણ જોતા હવે ચિંતાનો વિષય છે.જ્યારે મોટા મોટા સેલિબ્રિટીઓને કોરોના થઈ રહ્યો છે ક્યારે સામાન્ય લોકોની તો વાત શું કરવું તે અંદાજો લગાવી શકાય છે.
મળતી માહિતી પ્રમાણે ગાંગુલીએ સોમવારે સાંજે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ રાત્રે મોડા આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર, ગાંગુલી કોરોનાથી સંક્રમિત જોવા મળ્યો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સપ્રમાણે, હવે તે કોરોનાના કયા પ્રકારથી સંક્રમિત છે તે જાણવા માટે તેના નમૂનાને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે