- બીસીસીઆનીનૌ ખાસ નિર્ણય
- કોરોનાના કારણે નહી યોજાય ઘરેલું ટૂર્નામેન્ટ
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના વાયરસથી હાહાકાર મચ્યો છે ફરી એક વખત દેશ કોરોનાની ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યો છે ત્યારે તેની અસર મનોરંજન જગતથી લઈને રમત ગમત જગત પર જોવા મળી છે. કોરોનાને લઈને અનેક પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે તોબીજી તરફ બીસીસીઆઈએ પણ ક્રિકેટને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.
બીસીસીઆઈ ઘરેલું ક્રિકેટ ટૂર્નામેન્ટ પર રોક લગાવી દીધી છે કોરોનાના કેસો વધતા આ નિર્મ ય લેવામાં આવ્યો છે,કોરોનાની અસર ભારતની સ્થાનિક સિઝન પર અસર થવા લાગી છે. ગયા અઠવાડિયે અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી મુલતવી રાખ્યા બાદ, હવે દેશની સૌથી પ્રખ્યાત ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી પણ સ્થગિત કરવામાં આવી છે.
આ સમગ્ર બાબતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેસસંક્રમણના મામલાઓમાં થયેલા વધારાને જોતા રણજી ટ્રોફીની શરૂઆત હાલ માટે રોકવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ ટૂર્નામેન્ટ 13 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, જો કે વદતા કોરોનાના કહેર વચ્ચે BCCIએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. રણજી ટ્રોફી ઉપરાંત મહિલા ટૂર્નામેન્ટ અને અંડર-25 ટૂર્નામેન્ટની શરૂઆત પણ હાલ પુરતી સ્થગિત કરાઈ છે. જોકે, બોર્ડે અંડર-19 કૂચ બિહાર ટ્રોફી ચાલુ રાખવાનો પણ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ સતત બીજુ વર્ષ છે કે જ્યારે રણજી ટ્રોફી પર કોરોનાનું ગ્રહણ લાગ્યૂં છે.