Site icon Revoi.in

બીસીસીઆઈએ મહિલા T20 વર્લ્ડ કપની યજમાની નહીં કરે

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા મહિલા T20 વર્લ્ડ કપની યજમાની માટે આપવામાં આવેલા પ્રસ્તાવને ફગાવી દીધો છે. આઈસીસીએ હવે 20 ઓગસ્ટે હોસ્ટિંગ અંગે અંતિમ નિર્ણય લેવાનો છે. 3થી 20 ઓક્ટોબર વચ્ચે યોજાનારી આ સ્પર્ધાની યજમાનીમાંથી ખસી ગયા બાદ શ્રીલંકા અને UAE માત્ર અન્ય વિકલ્પો બચ્યા છે.

આ વખતે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું આયોજન બાંગ્લાદેશમાં થવાનું છે. આ ટૂર્નામેન્ટ ઓક્ટોબરમાં રમાવાની છે. પરંતુ બાંગ્લાદેશની હાલની સ્થિતિ સારી નથી. બાંગ્લાદેશમાં અરાજકતાને કારણે ઘણું નુકસાન થયું હતું. આઈસીસીનું આ બાબત પર સંપૂર્ણ ધ્યાન છે. એક રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ નથી ઈચ્છતું કે આવું તેમના દેશમાં થાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને આ માટે ઓફર મળી હતી. પરંતુ BCCIએ આ વાતને ફગાવી દીધી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, તેમણે BCCI સમક્ષ ટૂર્નામેન્ટ હોસ્ટ કરાવવાનું પ્રપોઝલ રાખ્યું હતું, પરંતુ અમે સ્પષ્ટ ના પાડી દીધી છે. અમારે આગામી વનડે વર્લ્ડ કપનું પણ આયોજન કરવું છે. અમે એવી ઇમેજ બનાવવા માંગતા નથી કે અમે સતત વર્લ્ડ કપનું આયોજન કરવા માગીએ છીએ. બાંગ્લાદેશમાં અનામત પ્રથાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ કારણોસર દેશભરમાં દેખાવો થયા છે. આ પ્રદર્શન ધીમે ધીમે હિંસક બની ગયું. દેશમાં ફેલાયેલી હિંસાને કારણે પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું. આ સાથે તેમણે દેશ પણ છોડી દીધો હતો. હવે જો બાંગ્લાદેશમાં મહિલા ટી-20 વર્લ્ડ કપનું આયોજન ન થઈ શકે તો તેનું આયોજન શ્રીલંકામાં થઈ શકે છે. આ એક સારો વિકલ્પ હોઈ શકે છે.

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ની પહેલી મેચ 3 ઓક્ટોબરના રોજ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે. આ મેચ ઢાકામાં રમાવાની છે. આમાં ભારતની પહેલી મેચ ન્યુઝીલેન્ડ સામે છે. આ મેચ 4 ઓક્ટોબરે રમાવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે મેચ રમાવાની છે. આ પછી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાની છે. ટૂર્નામેન્ટની પહેલી સેમિફાઇનલ 17 ઓક્ટોબરે અને બીજી સેમિફાઇનલ 18 ઓક્ટોબરે રમાશે. મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ 20 ઓક્ટોબરે ઢાકામાં રમાવાની છે.

#WomensT20WorldCup2024 #ICCWomensT20 #Cricket #WomenInCricket #T20WorldCup #BangladeshCricket #BCCI #SriLanka #UAE #CricketNews #T20Cricket #InternationalCricket #CricketUpdates #SportsNews #WomenCricketWorldCup #T20CricketWorldCup #CricketEvents #GlobalCricket #WomenSports #CricketTournament #WomensCricket #Cricket2024 #Bangladesh #CricketFever #ICC #CricketLovers