Site icon Revoi.in

IPL-2020 માં ખેલાડીઓને મળશે પરિવારનો સાથ-BCCIની છે આ શર્ત ‘SOP’નો સખ્ત થશે અમલ

Social Share

ભારતીય ક્રિકેટ કેટ્રોલ બોર્ડએ આઈપીએલ 2020 માટે એસઓપી એટલે કે માનક સંચાલન પ્રક્રિયાને કડક રીતે અપનાવવાની સંપૂપર્ણ તૈયારીઓ કરી લીધી છે,સંયૂક્ત અરબ અમીરાત યુએઈ માં જૈવ સુરક્ષિત વાતાવરણમાં આઈપીએલ કરારને લઈને બોર્ડએ પણતમામ ફ્રેન્ચાઈઝીને તત્કાલિન એસઓપીથી વાકેફ કરાવી દીધા છે.

આ તમામ ફ્રેન્ચાઈઝીને આપવામાં આવેલ માનક ઓપરેટિંગ પ્રક્રિયામાં કહેવામાં આવ્યું છે કે, ખાલી પડેલો સ્ટેંડ વિસ્તાર જ ડ્રેસિંગ રુમ તરીકે વાપરી શકાશે,આ સાથએ જ ટિમની બેઠક પણ અહી નહી કરવામાં આવે ,સોશ્યલ ડિસ્ટન્સિંગને જોતા ટીમની બેઠક બહાર યોજાશે

ઉલ્લેખનીય છે કે યુએઈમાં 19 સપ્ટેમ્બર પછી રમાનારી આઈપીએલ ટૂર્નામેન્ટમાં આ વર્ષ દરમિયાન કોરોનાની મહામારીના કારણે ટો-મસ્કોટ નહી હોય,અર્થાત બીસીસીઆઈ પાસે આ આયોજનમાંથી કમાણી કરવાની એકપણ તક નહી હોય, તો બીજી તરફ કોરોનાના સંક્ટના કારણે દર્શકોની ઉપસ્થિતિ નહી જ રહે ,ત્યારે ક્રિકેટર્સને સાથ-સહકાર આપવા માટે તેમના પરિવારને એન્ટ્રી આપવામાં આવશે,જો કે તમામ પરિવારના સભ્યોને ટીમની બસમાં મુસાફરી કરવા દેવામાં નહી આવે તેમણે પર્યાવરણના સુરક્ષિત વાતાવરણમાં આવવું પડશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે,ફ્રેન્ચાઈઝીને સોંપવામાં આવેલ એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે, દરેક ટીમ એ ખાલી પડેલા સ્ટેન્ડનો જ ઉપયોગ કરવાનો રહેશે જેના થકી શારિરીક અંતરને જાળવી શકાય,આમ કરવામાં તેનાથી મદદ મળી રહેશે,આ સાથે જરુરી કાર્યકરોને જ મેદાનમાં આવવાની પરવાનગી આપવામાં આવશે ,તે સિવાય કોઈ પણ મેદાનમાં પ્રવેશ કરી શકશે નહી,જેના કારણે ક્રિકેટ સ્ટેડિયમમાં વધુ જગ્યા ખાલી રહેશે. તે સાથે સાથે દરેક ટીમને ઈલેક્ટ્રોનિક ટીમ શિટનો વપરાશ કરવા જણાવાયું છે,હવે કેપ્ટન કોઈ પણ પ્રકારના પ્લેઈંગ ઈલેવન યાદીની હાર્ડ કોપી લઈને મેદાનમાં નહી આવી શકે આ તમામ પ્રક્રિયા હવે ઈલેકટ્રોનિક માધ્યમથી કરવામાં આવશે,

આ સાથે જ મેડિકલ સ્ટાફ કે જેઓ ખેલાડીઓને ફિજિયો,માલિશ વગેરે કરવા માટે આવતા હોય છે તેમને જરુરત પડવા પર ખેલાડીઓ સાથે જો સંપર્કમાં આવવાનું થશે તો પીપીઈ કીટ  પણ આપવામાં આવશે,બીજી તરફ તમામ ખેલાડીઓને પોતોની હોટલમાં પરત જઈને સ્નાન કરવાના ઓર્ડર આપવામાં આવ્યા છે,આ એસઓપીમાં પહેલા જે માહિતી આપવામાં આવી હતી મોટે ભાગે તે જ માહિતી છે,જો કે તેનો સખ્ત પણે અમલ કરવાના આદેશઓ આપવામાં આવ્યા છે.

સાહીન-