- Wriddhiman Saha ને ધમકી આપનાર પર કાર્યવાહી
- પત્રકાર પર BCCIની મોટી કાર્યવાહી
- બોરિયા મજુમદાર પર 2 વર્ષનો પ્રતિબંધ
મુંબઈ:ભારતીય ટીમના વિકેટકીપર Wriddhiman Saha ને ધમકી આપવા બદલ પત્રકાર બોરિયા મજુમદાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.બોરિયા મજુમદાર પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બીસીસીઆઈ દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિએ મજુમદારને દોષિત ઠેરવ્યા હતા.મજમુદારે સાહાને ઈન્ટરવ્યુ ન આપવા બદલ ધમકી આપી હતી.જેનો ખુલાસો સાહાએ ટ્વિટ દ્વારા કર્યો હતો. જો કે સાહાએ તે ટ્વિટમાં પત્રકારના નામનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ બીસીસીઆઈએ આ બાબતની નોંધ લીધી અને ભારતીય ક્રિકેટર સાથે વાત કરી, ત્યારબાદ બોરિયા મજુમદારનું નામ સામે આવ્યું. બીસીસીઆઈએ આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી અને દોષિત ઠર્યા બાદ આ પ્રખ્યાત ખેલ પત્રકાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Wriddhiman Saha એ 19 ફેબ્રુઆરીએ એક ટ્વિટ કર્યું હતું જેમાં બોરિયા મજમુદારના વોટ્સએપ મેસેજના કેટલાક સ્ક્રીનશોટ પણ હતા. સાહાએ ટ્વિટર પર લખ્યું, ‘ભારતીય ક્રિકેટ માટે આટલું બધું કર્યા પછી, મારે એક સન્માનિત પત્રકાર પાસેથી જે કઈ પણ સાંભળવું પડી રહ્યું છે,આપણા દેશનું પત્રકારત્વ ક્યાં જઈ રહ્યું છે
બીસીસીઆઈના આદેશ મુજબ હવે બોરિયા મજમુદાર 2 વર્ષ સુધી કોઈપણ ભારતીય ક્રિકેટરનો ઈન્ટરવ્યુ લઈ શકશે નહીં.બોરિયા મઝુમદાર ભારતમાં કે દેશમાં કોઈપણ મેચ માટે માન્યતા મેળવી શકશે નહીં. ઉપરાંત, બોરિયા મજમુદાર બે વર્ષ સુધી બીસીસીઆઈના કોઈપણ સભ્ય અથવા રાજ્ય સંગઠનોના અધિકારીઓ સાથે વાતચીત કરી શકશે નહીં.