બેંગ્લોરઃ લક્ઝુરીયસ કારના ઈમ્પોર્ટ ઉપર લાગતા ટેક્સથી બચવાની કોશિક કરનારા સાઉથના સુપર સ્ટાર વિજયને ભારે પડી છે. મદ્રાસ હાઈકોર્ટે આ મામલમાં અભિનેતા વિજયને આકરી ટકોર કરી હતી. તેમજ અભિનેતાને રીલ નહીં પરંતુ રિયલ હોરો બનાવાની સલાહ આપી હતી. કોર્ટે અભિનેતાને એક લાખનો દંડ ફટકાર્યો છે. તેમણે બે અઠવાડિયાની અંદર ટેક્સની સાથે દંડની રકમ પણ જમા કરાવવા આદેશ કર્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે, પ્રતિષ્ઠિત અભિનેતાઓ પાસે યોગ્ય ટેક્સ સમયસર ચુકવે તેવી આશા હોય છે. જે અભિનેતાઓને પ્રસંશકો રિયલ હિરો માને છે તેમણે માત્ર રીલ હિરો બનીને ના રહેવુ જોઈએ. વર્ષ 2012માં ઈંગ્લેન્ડથી અભિનેતાએ કાર મંગાવી હતી. તેની ઉપર આયાત ટેક્સને અભિનેતાએ કોર્ટમાં પડકાર્યો હતો.
આ અરજીને ફગાવતા ન્યાયમૂર્તિ જસ્ટિસ એસએમ સુબ્રમણિયમએ કહ્યું હતું કે, તમિલનાડુ જેવા રાજ્યમાં જ્યાં અભિનેતાને જ બધુ માનવામાં આવે છે. જેથી રીલ હિરો બનીને ના રહેવુ જોઈએ. ટેક્સ ચોરીને રાષ્ટ્ર વિરોધી માનવો જોઈએ, તેમજ આવા માઈન્ડસેટને ગેરસંવૈધાનિક માનવું જોઈએ. કોર્ટે અભિનેતાને નિર્દેશ કર્યો છે કે, તેઓ બે સપ્તાહમાં દંડની રકમ મુખ્યમંત્રી કોવિડ-19 પબ્લિક રિલીફ ફંડમાં જમા કરાવે.
(Photo - Social Media)