Site icon Revoi.in

દરેક મા-બાપ મોડું થાય તે પહેલા ચેતી જજો – ઓનલાઈન ગેમ્સમાં ટાક્સ પૂર્ણ ન થતા દીકરાએ કર્યો આપઘાત

Social Share

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે બાળકોને ઓનલાઈન એજ્યુકેશન પુરુ પાડવામાં આવી રહ્યું છે. ઓનલાઈન એજ્કેશનને કારણે હવે મોટાભાગના બાળકો મોબાઈલ ફોનની આદત પડી ગઈ હતી. તેઓ મોબાઈલ ઉપર ગેમ્સ અને ફિલ્મો જોતા હોય છે. માતા-પિતા પણ બાળકોના આ વર્તનથી પરેશાન છે. જો બાળક પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે તો આખુ ઘર માથે લઈ લે છે. દરમિયાન ગીરસોમનાથમાં લાલબતી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. ધો-11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી વીડિયો ઓનલાઈન ગેમ્સમાં ટાક્સ પાર ના કરી શકતા તેણે આપઘાત કર્યો હતો. તેણે ટાસ્ક પુરો કરવા માટે મહિલાઓના કપડાં પણ પહેર્યાં હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથના ઉનામાં મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગેમમાં વ્યસ્ત એક કિશોરે ગલાફાંસો ખાઈને જીવન લીલા સંકેલી લીધી હતી.  ઓનલાઈન ગેમ્સમાં એટલો વ્યક્ત હતો કે તેણે ટાક્સ મુબજ શ્ત્રીના વસ્ત્રો પણ ધારણ કર્યાં હતા. ઓનલાઈન ગેમમાં ટાસ્ક પૂરો ન થતા બાળકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેધી હતી. કિશોરે ગેમના લેવલ પ્રમાણે સ્ત્રી પહેરવેશ પહેર્યો હોવાનું મનાઈ રહ્યું છે.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કિશોરના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત મોત નોંધીને તેની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.