કોરોનાના કેસ વધી રહ્યા છે: બહાર ભીડમાં જતા પહેલા વિચારજો, રાજકોટમાં પોલીસ એલર્ટ
- જેતપુરમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ તંત્ર એકશન મોડમાં
- જિલ્લાની તમામ સરહદ પર કડક ચેકિંગ શરૂ કરાયું
- કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે
રાજકોટ: 31 ડિસેમ્બરને લઈને રાજકોટ જિલ્લા પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે અને જિલ્લાની તમામ સરહદ ઉપર કડક ચેકીંગ શરૂ થઇ ગયું છે, ખાસ તો સરકારે કોરોનાને કારણે લોકોને એકઠા ન થવા પર રોક લાગવી છે અને જાહેર સ્થળો ઉપર ખાસ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.
રાજકોટ પોલીસે જિલ્લાની સરહદ ઉપર દારૂને લઈને પણ કડક ચેકિંગ હાથ ધર્યું છે.જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના શહેરોના પ્રવેશ દ્વાર ઉપર કડક પોલીસ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે 4 પીઆઇ,10 પીએસઆઇ સહિત સ્ટાફની અલગ અલગ ટિમો પણ બનાવવામાં આવી છે.
જેતપુર, ધોરાજી, જામકંડોરણા સહિતના પોલીસ સ્ટેશનમાં CCTVથી પણ મોનીટરીંગ થશે. સાથે જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તથા દેશમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે અને તેના કારણે લોકોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. પણ વાત એવી પણ છે કે કેટલાક લોકોમાં કોરોનાનો ડર રહ્યો નથી અને તેઓ કોઈ પણ પ્રકારે નિયમોનું કે સરકારી ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા નથી