Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલ ભરાવો ત્યારે આ વાતનું ધ્યાન રાખો,છેતરપિંડીથી બચી જશો

Social Share

મોટા ભાગના લોકો પેટ્રોલ પંપ પર જઈને 100, 200 અને 500 રૂપિયાના રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવાનો ઓર્ડર આપે છે. કેટલીક વખત પેટ્રોલ પંપ માલિક રાઉન્ડ ફિગરને મશીન પર ફિક્સ કરીને રાખે છે અને તેમાં છેતરપિંડીનો શિકાર થવાની સંભાવના બનેલી રહે છે.

મોટા ભાગના લોકો જ્યારે પોતાની ગાડીમાં ઈંધણ ભરાવો છો તો તે ગાડીથી નીચે ઊતરતા નથી તેનો ફાયદો પેટ્રોલ પંપ કર્મચારી ઉઠાવે છે. પેટ્રોલ ભરાવતી વખત વાહનથી નીચે ઉતરો અને મીટર પાસે ઊભા રહો. પેટ્રોલ પંપ પર તેલ ભરવાના પાઇપને લાંબો રાખવામાં આવે છે. કર્મચારી પેટ્રોલ નાખ્યા બાદ ઓટો કટ થતા જ તાત્કાલિક નોઝલ ગાડીની ટાંકીમાં રહે જેથી પાઇપમાં બચેલું પેટ્રોલ પંપ પણ તેમાં આવી જાય. પેટ્રોલ પંપવાળાને કહો કે તેઓ પેટ્રોલ નીકળવાની શરૂઆત થયા બાદ નોઝલથી હાથ હટાવી લે.

પેટ્રોલ કે ડીઝલ નંખાવતી વખત નોઝલનું બટન દબાયેલું રહેવાથી નીકળવાની સ્પીડ ઓછી થઈ જાય છે અને ચોરી સરળ થઈ જાય છે. એમ પણ થાય છે કે જે પેટ્રોલ પંપ પર તમે પોતાની ગાડીમાં ઈંધણ ભરાવવા ગયા છો તેનો કર્મચારી તમને વાતોમાં બીઝી રાખે છે અને તમને વાતોમાં બીઝી રાખીને પેટ્રોલ પંપકર્મી 0 તો દેખાડશે પરંતુ મીટરમાં તમારા દ્વારા માગવામાં આવેલા પેટ્રોલનું મૂલ્ય સેટ ન કરે. જો તમે પેટ્રોલ ઓર્ડર કર્યો અને મીટર ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે તો સમજો કે કંઈક ગરબડ છે.