Site icon Revoi.in

સોનાના દાગીનાની ખરીદી પહેલા રાખો આટલું ધ્યાન

Social Share

દિલ્હીઃ સોનાની ખરીદી હંમેશા ભારતીયોની પરંપરાનો એક ભાગ રહી છે. સોનાની ખરીદીમાં ગ્રાહકો સાથે છેતરપીંડી ના થાય તે માટે સરકારને કેટલાક નિયમો બનાવ્યાં છે તેમજ સમયે-સમયે તેમાં ફેરફાર કરવામાં આવે છે. તાજેતરમાં જ બદલવામાં આવેલા નિયમો અનુસાર તા. 16મી જૂનથી કોઈ પણ હોલમાર્ક વિનાના દાગીના નહીં વેચી શકે. આપ જાણો છો કે હોલમાર્ક શું છે અને કેવી રીતે કોઈ પણ વ્યક્તિ સોનાની શુદ્ધતા ઓળખીને છેતરપીંડીથી બચી શકે છે.

હોલમાર્ક સરકારી ગેરન્ટી છે તેનું નિર્ધારણ ભારત સરકારની એજન્સી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ કરે છે. આ સોનાની ગુણવત્તા અને સ્તરની તપાસ કરે છે. તેમજ આભૂષણો-સિક્કાની તપાસ માટે લેબોરેટરીને સાયસન્સ આપે છે. બીઆઈએસ દ્વારા હોલમાર્ક કરેલા દાગીના, સિક્કા ઉપર બીઆઈએસનો લોગો હોવો જરૂરી છે. સોનાની ખરીદી વખતે આ લોગો ફરજિયાત જોવો જોઈ.

અસલી હોલમાર્ક ઉપર બીઆઈએસનું ત્રિકોણાકાર નિશાન હોય છે. તેમજ હોલમાર્કિંગ કેન્દ્રનો લોગો પણ હોય છે. આ ઉપરાંત સોનાની શુદ્ધતા અને જે વર્ષમાં આભૂષણ બનાવ્યું હોય તેની તારીખ લખેલી હોય છે. આભૂષણ અને સિક્કા ઉપર શુદ્ધતા લખેલી હોય છે. 24 કેલેટ શુદ્ધ સોના ઉપર 999 લખેલુ હોય છે. જ્યારે 22 કેરેટના સોના ઉપર 916, 21 કેરેટ માટે 875 લખેલુ હોય છે. આ ઉપરાંત 18 કેરેટના દાગીના ઉપર 750 અને 14 કેરેટના દાગીના ઉપર 585 લખેલું હોય છે. જો જ્વેલર્સ હોલમાર્ક વિનાનું સસ્તુ સોનુ આપવાનું કહેતો સાવચેત થઈ જવું જોઈએ. તજજ્ઞોના મતે દરેક દાગીના પર હોલમાર્ક કરાવવો ખર્ચ રૂ. 35 થાય છે. એટલે કે હોલમાર્ક અને હોલમાર્ક વિનાના દાગીનાના ભાવમાં કોઈ અંતર હોતું નથી. પરંતુ હોલમાર્ક વિનાના દાગીનામાં કોઈ ગોલમાલ થવાની શકયતા છે.

આભુષણોની ખરીદી પહેલા તેની શુદ્ધતાનું સર્ટિફિકેટ લેવુ જરૂરી છે તેમજ તેમાં સોનાની ગુણવતા ક્યાં લખીને છે તે તપાસવું જોઈએ. હોલમાર્કવાળા દાગીના ખરીદવા ફાયદાકારક છે. જેમાં સોનાની શુદ્ધતામાં કોઈ ગોલમાલ ના હોય. તેમજ જ્યારે આપ દાગીના વેચવા જાવ ત્યારે કોઈ મુશ્કેલી ઉભી ના થાય અને સોનાના પૂરતા નાણા મળી રહે.