અમદાવાદ: કોરોનાવાયરસ મહામારીએ હાલ વિશ્વમાં તમામ લોકોને અનેક કામ માટે ઓનલાઈન થવાની ફરજ પાડી છે, કેટલીક હદે આ વાત સારી છે પણ જો બીજી તરફ જોવા જઈએ તો લોકોના ઓનલાઈન તરફ વળવાની સાથે સાથે સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ વધી છે.
યુએનના એક રિપોર્ટ અનુસાર દુનિયાના તમામ દેશોમાં સાયબર ક્રાઈમનો દર 350 ટકા વધી ગયો છે અને કોવિડથી સંબંધિત ડેટા પણ હેક થઈ રહ્યો છે.
દુનિયાભરના કેટલાક દેશોના નિષ્ણાંતોના એવુ માની રહ્યા છે કે સરકારો પણ આમ કરવામાં સામેલ હોઈ શકે છે કારણ કે હાલ એક દેશ બીજા દેશમાં વાયરસ અને વેક્સિન બનાવવાનો ડેટા હેક કરાવી રહ્યો છે અને આ માટે ગ્રે માર્કેટમાં બોલીં પણ લગાવવામાં આવી રહી છે.
રાજસ્થાનની પોલીસ દ્વારા આ બાબતે જણાવવામાં આવ્યું કે સૌથી નવી પદ્ધતિ કોવિડ-19 વેક્સિનના નામે છેતરપિંડી કરવાની છે. સાયબર ક્રિમિનલ વેક્સિનના નામે લોકોને ફોન કરી રહ્યા છે અને લોકોને વેક્સિન અત્યારે બુક કરાવી લેવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. લુંટારાઓ એમ પણ કહી રહ્યા છે કે આ વેક્સિનને તમારા ઘરે પહોંચાડવામાં આવશે અને અત્યારે આ ઓફર મર્યાદિત સંખ્યામાં લોકો માટે છે. જો કે સાયબર ગુનેગાર લોકો બુકિંગના નામે લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે, જ્યારે સરકાર કે કોઈ કંપનીએ હજી સુધી આવી કોઈ જાહેરાત કરી નથી.
હૈદરાબાદમાં પણ ઓનલાઈન અન તરત જ લોન આપવાના ચક્કમાં લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. આ બાબતે હાલ હૈદરાબાદ પોલીસ સતર્ક થઈ છે અને અત્યાર સુધી બે ચીની નાગરિકો સહીત કેટલાક અન્ય ભારતીયોની પણ ધરપકડ કરી છે. એકવાર ઓનલાઈન લોન લીધા બાદ લોન આપનારા વ્યક્તિ લોન લેનારને માનસિક રીતે પરેશાન કરતા અને તેના કારણે હૈદરાબાદમાં ત્રણ લોકોએ તો પોતાનો જીવ ગુમાવ્યો છે.
-વિનાયક