Site icon Revoi.in

પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરો છો તો થઈ જાઓ સાવધાન, એક ભૂલ મોંઘી પડશે

Social Share

પાસપોર્ટ માટે અરજી કરવી હવે મોટી વાત નથી. ઘરે બેઠા મોબાઈલ એપ અને વેબસાઈટ પરથી અપ્લાય કરી શકો છો, પણ ઓનલાઈન પાસપોર્ટ એપ્લિકેશનમાં મોટી છેતરપિંડી થઈ રહી છે, જેના વિશે જાગૃત રહેવું જોઈએ, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે. પાસપોર્ટના નામે ઘણી નકલી વેબસાઈટ ચાલી રહી છે, જે પાસપોર્ટની સત્તાવાર વેબલાઈટ હોવાનો દાવો કરે છે, પણ હકીકતમાં તે નકલી હોય છે. આ વેબસાઈટ લોકો પાસે અંગત ડેટા લઈ છેતરપિંડી કરે છે. પાસપોર્ટ વિભાગ જાતે લોકોને નકલી સાઈટ્સ વિશે ચેતવણી આપી છે અને દૂર રહેવાની સલાહ આપે છે.

સૌપ્રથમ તમને વાસ્તવિક વેબસાઈટ વિશેની જાણકારી હોવી જોઈએ. પાસપોર્ટ માટે સરકારની સત્તાવાર વેબસાઈટ WWW.PASSPORTINDIA.GOV.IN પર જઈને પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. આ સાઈટ પૂરી રીતે સુરક્ષિત છે, અને સત્તાવાર વેબસાઈટ છે.

વેબસાઈટ સિવાય એપ દ્વારા પણ પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. એપનું નામ એમ પાસપોર્ટ સેવા છે. આ એપ એન્ડ્રોઈડ અને IOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. એપને ગુગલ પ્લે સ્ટોર અને એપલની એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

તમે આ સાઈટ https://www.indiapassport.org/ પર જઈને પાસપોર્ટ માટે અરજી કરશો તો તમારો ડેટા લીક થઈ જશે. આ સિવાય તમને આર્થિક નુકસાન થઈ શકે છે. આ પણ નકલી વેબસાઈટ છે. તમારો ડેટા https://www.passport-india.in/ પર લીક થઈ શકે છે. આવી સ્થિતિમાં તેનાથી દૂર રહો.

આ બધી સાઈટ નકલી છે.
www.applypassport.org
www.online passportindia.com
www.passport.india-org
www.onlinepassportindia.com
www.passportsava.in
www.mpassportsava.in
www.inditab.com