લેપટોપ ખોળામાં લઈને કોમ કરો છો તો સાવચેત થઈ જાઓ, કેમ કે તોનાથી સ્વાસ્થ્ય પર ગંભીર નુકશાન થઈ શકે છે. એક્સપર્ટ મુજબ, ઘણા લોકો ખોળામાં લેપટોપ રાખીને કામ કરે છે, જે પોતાના સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છે. આનાથી માત્ર ખરાબ ફર્ટિલિટી જ નહીં પણ અનિદ્રા જેવી સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે ઘણી સમસ્યાઓ શરૂ થઈ શકે છે.
• સ્કિન થઈ શકે છે ખરાબ
લેપટોપમાંથી નીકળતી ગરમ હવા સ્કિન માટે હાનિકાર હોય છે. તેનાથી સ્કિનમાં બળતરા થવા લાગે છે, જેને ટોસ્ટેડ સ્કિન સિંડ્રોમ કહેવાય છે. લેપટોપની ગરમીથી સ્કિન પર ટ્રાંસિએટ રેડ રૈશેજ નિકળવા લાગે છે.
• કમરનો દુખાવો
મોટાભાગના લોકો ખોળામાં લેપટોપ લઈને કલાકો સુધી બેસી રહે છે. જેનાથી કમરમાં અસહનીય દુખાવો થઈ શકે છે. આ મેન્ટલ હેલ્થને અસર કરી શકે છે. તમારે તેનાથી બચવું હોય તો લેપટોપનો ઉપયોગ ટેબલ પર રાખીને જ કરો.
• ખરાબ ફર્ટિલિટી
અમેરિકન સોસાયટી ફોર રિપ્રોડક્ટિવ મેડિસિન એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લેપટોપને તમારા ખોળામાં રાખીને તેનો ઉપયોગ કરવાથી પ્રજનન ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. લેપટોપમાંથી નીકળતી ગરમ હવા શુક્રાણુઓની સંખ્યા અને તેની ગુણવત્તાને ઘટાડી શકે છે. આ ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
• આઈ સ્ટ્રેન
લેપટોપ જો લાંબા સમય સુધી ખોળામાં રાખીને બેસીએ અથવા ઉપયોગ કરો છો તો તેની અસર આંખો પર પણ પડે છે. તેના કારણે તણાવ, શુષ્કતા અને માથાનો દુખાવા જેવી સમસ્યા થી શકે છે. લેપટોપ લઈને પગ સાથે ચોટાડીને બેસવાથી તેનું રેડિએશન સીધુ શરીર પર પડી શકે છે. જે ખતરનાક હોઈ શકે છે.