Site icon Revoi.in

જો તમારું બ્લડ ગ્રુપ આ છે તો સતર્ક રહો,તમને કોરોનાથી ખતરો વધારે છે

Social Share

કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો શોધતા હોય છે. ત્યારે એક એવો ખુલાસો થયો છે કે જે લોકોની ચિંતામાં વધારો કરી શકે છે. વાત એવી છે કે જે લોકોનું બ્લડ ગ્રુપ B+ છે તે લોકોના કોરોનાથી સંક્રમિત થવાની વધારે સંભાવના છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બ્લડ ગ્રુપ A, B અને Rh+ ના લોકો કોવિડ-19 ચેપ માટે વધુ સંવેદનશીલ હોય છે. આ ઉપરાંત O, AB અને Rh-બ્લડ ગ્રુપના લોકો કોવિડ-19 ચેપ માટે ઓછા સંવેદનશીલ હોય છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો છે.

આ અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે રક્ત જૂથો અને રોગની ગંભીરતાની સાથે સાથે મૃત્યુદર માટે સંવેદનશીલતાની વચ્ચે કોઈ સંબંધ નથી. આ અભ્યાસ ‘ફ્રન્ટીયર્સ ઇન સેલ્યુલર એન્ડ ઇન્ફેક્શન માઇક્રોબાયોલોજી’ ની 21 નવેમ્બરની આવૃત્તિમાં પ્રકાશિત થયો છે. રાજધાની દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના બ્લડ ટ્રાન્સફ્યુઝન મેડિસિન સંશોધન વિભાગ દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો છે.

ગંગારામ હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું હતું કે સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ-2નો એક નવો વાયરસ છે. બ્લડ ગ્રુપનું કોવિડ-19 જોખમ અથવા પ્રગતિ પર કોઈ અસર પડે છે કે નહીં, તેથી, આ અભ્યાસમાં અમે ABO અને Rh બ્લડ ગ્રુપની સાથે કોવિડ-19ની સંવેદનશીલતા, તેના નિદાન અને રિકવરીમાં લાગતો સમય અને મૃત્યુદરની તપાસ કરી. આ અભ્યાસ 2,586 કોવિડ-19 સંક્રમિત દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. જેઓને 8 એપ્રિલ, 2020 થી 4 ઓક્ટોબર, 2020 સુધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.