Site icon Revoi.in

શિયાળામાં ધ્યાન રાખજો,કારણ કે હાડ થીજવતી ઠંડી હેલ્થ માટે ખતરનાક

Social Share

દેશમાં અત્યારે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, લોકો ઠંડીથી બચવા માટે અનેક પ્રકારના ઉપાય કરી રહ્યા છે ત્યારે આ લોકોએ શિયાળામાં ચેતી જવાની જરૂર છે, કારણ કે આ લોકો માટે શિયાળો જાનલેવા પણ બની શકે છે. ઠંડીમાં રક્ત વાહિકાઓ સંકોચાઈ જાય છે, જેના કારણે શરીરમાં લોહીનો પ્રભાવ વધારે ધીમો થવા લાગે છે. જેનાથી તેમને હાર્ટ એટેક આવવાની સૌથી વધુ સંભાવના રહે છે. હાર્ટના દર્દીઓને શિયાળાની સિઝનમાં ખાસ કરીને બચાવ કરવા અને પોતાને ગરમ રાખવાની જરૂર હોય છે.

ઠંડી અને અસ્થમાના દર્દીઓ માટે પરેશાની વધારનારું રહે છે. પોતાને ઠંડીમાંથી બચાાવવા માટે લોકો ઘરમાં કેદ થાય છે અને બારી-દરવાજા પણ ખોલતા નથી. એવામાં અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો, શિયાળામાં લકવા મારવાના કેસ વધી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓમાં આ જોખમ વધુ જોવા મળે છે. સ્કિનની નીચે રહેલી લોહીની નળીઓ ઠંડીના કારણે સંકોચાવા લાગે છે. જેના કારણે મગજમાં લોહી ઓછુ પહોંચે છે અને લકવા થવાનો ડર રહે છે.