- તહેવારોમાં ધ્યાન રાખો તમારા સ્વાસ્થ્યનું
- જે તે વસ્તુને ખાવાની ટાળો
- તહેવારની મજાને ન બનવા દો સજા
તહેવારમાં દરેક વ્યક્તિના ઘરે જમવામાં અલગ અલગ પ્રકારની વાનગીઓ જોવા મળતી હોય છે. જોઈને જ આપણને ખાવાનું મન થાય તેવી વાનગીઓ હોય છે. પણ તે સમયે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે જે તે કોઈ પણ સમયે ખાવાથી બીમાર પડવાની સંભાવનાઓ વધી જાય છે. તહેવામાં તબિયત ન બગડે તે માટે આટલુ ધ્યાન રાખો અને આટલી ટિપ્સને ફોલો કરવી જોઈએ.
બજારમાંથી મીઠાઈ ખરીદવાને બદલે ઘરે રસોઈ કરવી. આનાથી તેમાં રહેલી સામગ્રી અને તેની માત્રાનું ધ્યાન રાખી શકશો. સાથે તે જાતે બનાવેલ હોવાથી સંતોષની ભાવના પણ આવશે.
ઘરે બેઠા બેઠા અથવા વધારે સમય બેસી રહેવાથી પણ તબિયત બગડવાની સંભાવનાઓ વધી જાય છે, તો આ માટે તમામ લોકોએ વધારાની કેલરી બર્ન કરવા માટે દિવસમાં થોડો સમય કાઢવો જોઈએ. ભારે કસરત ન હોય તો કોઈ વાંધો નથી પણ હળવી કસરત પણ જરૂરી છે અને તેને છોડવી જોઈએ નહીં. ત્રીસ મિનિટની કસરત પણ ઘણું કામ કરી શકે છે.
ફળો અને સૂકા ફળો જેવા વિકલ્પ સાથે તમારા ભોજનની શરૂઆત કરવાથી માત્ર તમારા સ્વાસ્થ્યને જ ફાયદો નહીં થાય પણ તમને થોડું પેટ ભરેલું પણ લાગશે. આ તમને ઓછું તેલયુક્ત, તળેલું અને મીઠું ખાવામાં મદદ કરશે જે તમારા વજનને નિયંત્રિત કરવામાં તમારી મદદ કરી શકે છે. ખાંડ અને કેલરી સાથે સાથે જ આવે છે. તેથી ખાંડના વિકલ્પ તરીકે ઓછી કેલરી સ્વીટનરનો આશરો લઈને આ તહેવારની ઉજવણી કરવાની એક સ્માર્ટ રીત છે. ઓછી કેલરીવાળા મીઠાઈઓ ન્યૂનતમ કેલરી સાથે મીઠાશ પૂરી પાડે છે. આ ઉપરાંત, ઓછી કેલરીવાળી સ્વીટનર પણ વપરાશ માટે સંપૂર્ણપણે સલામત છે.