- ડાયાબિટીસ છે ગંભીર બીમારી
- નાસ્તાથી લઈને રાતના જમવા સુધી
- ધ્યાન રાખવું અત્યંત જરૂરી
ઉંમર વધતાની સાથે સાથે અનેક પ્રકારની બીમારીઓ લોકોના શરીરમાં આવી જતી હોય છે. આજકાલ લોકોને ડાયાબિટીસની બીમારી વધારે થતી હોય છે. તો હવે વાત એવી છે કે ડાયાબિટીસથી બચવા માટે તમામ લોકોએ કેટલાક પ્રકારની તકેદારી અને કાળજી રાખવી જોઈએ.
સવારના બ્રેકફાસ્ટમાં દાળિયાનું સેવન કરવુ જરૂરી છે. આ સેવન ડાયાબિટીસની બીમારીથી શરીરને દુર રાખે છે. એક વાટકી કૉર્નફ્લેક્સ 0.3 ગ્રામ અનાજ અને ફળોના મિશ્રણથી પણ આ બીમારીથી બચી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓને સૌથી વધારે જરૂરી હોય તો તે છે કે તેમને ખાવા પીવામાં કંટ્રોલ રાખવો અત્યંત જરૂરી છે.
સવારે ત્રણ સફેદ બ્રેડની બે સ્લાઈસથી માત્ર 1.3 ગ્રામ ફાઈબર મળે છે. અને દાળિયા શરીરને 3-4 ગ્રામ ફાઈબરની માત્રા આપે છે. તો જે ભોજન શરીર માટે યોગ્ય અને ફાયદાકારક હોય તે પ્રકારનું ભોજન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. જો કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ રીતે આહાર લેતા પહેલા ડોક્ટરની કે જાણકારની સલાહ લેવી અત્યંત જરૂરી છે.