વરસાદની સિઝનમાં ડેન્ગ્યૂ- મેલેરિયા જેવા રોગોથી બટવા માટે આટલું રાખો ધ્યાન
દેશભરની કેટલીક જગ્યાઓમાં વરસાદનું આગમન થી ગયું છે ત્યારે હવે આપણે આપણી હેલ્થની બાબતોનું પણ ઘ્યાન રાખવું જોઈએ ખાસ કરીને જ્યા વરસાદની સિઝન શરુ થાય છે ત્યારે ઘર અને સોસાયટીની આજૂ બાજૂ ખાલી પડેલી જગ્યામાં પાણીનો ભરાવો થવાના કારણે મચ્છરોનો ઉપદ્ધવ વધી જાય છે.ત્યારે મલેરિયા અને ડેન્ગ્યૂ જેવા રોગો થવાની સંભાવનાઓ પમ વધે છે તો ચાલો જોઈ વરસાદ આવતાની સાથે ડ કઈ કઈ બાબતોનું ધ્યાન આપણે રાખવું જોઈએ
ડેંગ્યુ અને મલેરિયા સૌથી વધુ પ્રચલિત આર્થોપોડબીમારીઓ છે, જેનાથી પ્રતિ વર્ષ 390થી 214 મિલિયન લોકોને બીમારી થાય છે. એવામાં આનાથી બચવા માટે ઘરેલૂ ઉપાય કામમાં આવી શકે છે.
મલેરિયા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે અને ડેંગ્યુ એડીસ મચ્છર દ્વારા ફેલાતી બીમારી છે. પરંતુ આ બંનેના લક્ષણો લગભગ સમાન જ હોય છે. જેમાં તાવ, માથાનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, માસપેશીઓમાં દુઃખાવો, ગ્લેન્ડ્સમાં સોજો, મળ સાથે લોહી પડવું વગેરે. આ સિવાય ઉબકાં, પેટ દર્દ અને ડાયરિયા જેવા લક્ષણો દેખઆઈ છે.
આટલી બાબતોનું ધ્યાન રાખવાથી મચ્છર નહી થાય
- ઘરના ટેરેસ અને ગેલેરીમાં જેટલા પણ ખાલી વાસણો કે ટાયર ટ્યૂબ પડ્યા હોય તેનો નિકાલ કરીદો જેથી પાણી ન ભારઈ
- અઠવાડિયામાં બે વખત ટેરેસ અથવા ખુલ્લી પડેલી ઘરની જગ્યાએ સાવરણો મારવાનું રાખો જેથી પાણી જમા ન થાય અને મચ્છર ન થાય
- સાંજ પડતાની સાથે જ ધરમાં રોજે રોજ ઘૂપ કરવાની આદત રાખો જેથી જીવજંતુઓ નાશ પામશે
- ઘરની આજબ બાજુ પડેલા ખાડાઓને રેતી વડે પુરી દો જેથી તેમાં પાણી ન ભરાય
- બને ત્યા સુધી ઘરનો કરચો એક પ્લાસ્ટિકની બેગમાં રાખો અને તેને ઢાંકીને રાખવો આ સાથે જ રોજે રોજનો કચરો કચરાપેટીમાં નાખી આવો જેથી કરીન ેઘરમાં પણ ગંદકી ન સર્જાય
આ બીમારીમાં શેનું કરવું જોઈએ સેવન જાણો
એક ચમચી ગુલકંદ છે ફાયદાકારક – ગુલકંદને ગુલાબની પાંખડીઓથી બનાવીને તૈયાર કરવામાં આવે છે, આ અથાણાંની માફક હોય છે. ખુશ્બુદાર હોવાની સાથે સાથે તે સ્વાદિષ્ટ હોવાના કારણે તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. આનો સૌથી વધુ ઉપયોગ શરીરને પ્રાકૃતિક રીતે ઠંડુ રાખવા માટે કરવામાં આવે છે.
દૂધ-પાણી-હળદર-કેસર-જાયફળ –મલેરિયા અથવા ડેંગ્યુમાં તાવ, કમજોરીની સાથે સાંધાન દુઃખાવામાં રાહત મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય છે પાણી, દૂધ, હળદર, કેસર અને જાયફળ એકસાથે ખાવામાં આવે. ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર, આનાથી શરીરમાં થતાં સોજામાં પણ રાહત મળે છે.