ફળ ખાવા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ફળમાં એવા ઘણા પોષક તત્વો જોવા મળે છે જે શરીર માટે ખૂબ જરૂરી છે. પણ આપણે ફળો ખાધા પછી પાણી પી શકીએ છીએ?
ઘણા લોકો એવા છે જે ફળ ખાધા પછી તરત જ પછી પાણી પી લે છે. જો તમે પણ આવું કરો છો તો બંધ કરી દે જો કેમ કે આ પેટ માટે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે.
ફળમાં ભરપુર માત્રામાં વિટામિન અને આયર્ન હોય છે. તેને સરખી રીતે ખાવામાં આવે તો તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પણ ફળ ખાધા પછી તરત પાણી પીવાથી પેટનું pH લેવલ બગડે છે. પેટમાં એસિડ, અપચો, ખેંચાણ અને મમોડન જેવી દિક્કતો ચાલુ થઈ શકે છે.
ફળોમાં ફ્રુક્ટોઝ અને નેચરલ સુગર મળી આવે છે. જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. પણ આ ફ્રુક્ટોઝથી ભરપૂર ફળ ખાધા પછી પાણી પીવામાં આવે તો તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.
ફળ ખાવાના એક કલાક પહેલા કે એક કલાક પછી પાણી પીવું જોઈએ. ખોરાક ખાધા પછી તરત પાણી પીવાથી પાચનતંત્ર ખરાબ થાય છે, તેમ જ રીતે ફળ ખાધા પછી તરત પાણી પીવાથી પેટમાં ગડબડ થાય છે. તેની સાથે એસિડ બર્ન, એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓ શરૂ થાય છે.
પેટનુ ph લેવલ બગડી શકે છે. તરબૂચ, પપૈયું, મોસંબી, પાઈનેપલ જેવા ફળનો ખાધા પછી પાણી પી લો છો તમારા ph લેવલને વધારે બગાડી શકે છે. એટલે ભૂલથી પણ ફળ ખાધા પછી પાણી ના પીવો.