મિત્ર હોય કે સગા-સંબંધી, જો સંબંધ લાંબા સમય સુધી ટકાવવો હોય તો આટલી બબતો અપનાવવી જોઈએ
- મિત્રતા હોય કે સગાવાળા હોય કેટલીક બાબતો સંબંધોમાં સ્પષ્ટ હોવી જરુરી
- દરેક સંબંધમાં સત્ય અને પારદર્શકતા લાવો
આજકાલ પરિવાર અલગ થી રહ્યા છે,ભાઈઓ ભાઈઓ ઘર જૂદા બનાવીને વસતા થયા છએ,દિકરો પિતાથી અલગ થી રહ્યો છે,કારણ માચત્ર એક જ છે એક બીજા પ્રત્યે સમજદારીની ખોટ,જો દરેક સંબંધમાં સમજદારી હશે તો સંબંધોને જાળવવા સરળ તો બનશે જ સાથે જીવનભર સંબંધો નિસ્વાર્થ પણે ચાલતા રહેશે તે અલગ, માટે કોઈ પણ સંબંધોમાં ક્યારેય ચૂઠામું ન લાવવું જોઈએ,કોઆ પણ વાત હોય તો સહજ રીતે કહી દેવી જોઈએ એકબીજા પ્રત્યે આદર માન રાખવું જોઈએ જો દરેક સંબંધો આટલી બબતો સમજશે તો તમારા સંબંધોમાં ક્યારેટ તિરાડ નહી પડે,હા નાની મોટી લાગણીઓ દુભાઈ તો તેને સાથે બેસીને સમજી લેવી જોઈએ.
ઘણી વખત લોકો નવા સંબંધને કારણે જૂના સંબંધોને નજરઅંદાજ કરી દે છે. તેનાથી જૂના મિત્રને ખરાબ લાગી શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે નવા મિત્રો બનાવો છો, ત્યારે તમારા જૂના સાચા મિત્રને જોડી રાખો. તેઓ એવું અનુભવશો નહીં કે હવે તમને તેની જરૂર નથી. આ તમારી મિત્રતાને સ્થાન આપશે અને તમારા મિત્ર પણ તમારા નવા સંબંધને માન આપશે.આજ રીતે પરિવારના સંબંધોમાં જ્યારે દિકરી કે દિરકો સાસરીયા વાળો બની જાય ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે,જેથી તમામ સંતાને સાસુ સસરા આવ્યા ૂબાદ માતા પિતાને સમાન આદર આપવો જોઈએ, પહેલાની જેમ માતા પિતા સાથે દરેક વાતો શેર કરવી જોઈએ
જ્યારે પણ તમે તમારા મિત્ર પાસે ઉછીના પૈસા લીધા હોય અને જે દિવસે પાછા પૈસા આપવાનો વાયદો કર્યો હોય તે વાયદા પર કાયમ રહો,પરિવાર સાથએ કોઈ પણ આપલે કરો છો તો તેમા ચોખઅવટ રાખો હિસાબ રુપિયાનો રાખો તો ચાલશે પણ વ્યવહારમાં કાયમ ઊભા રહો તો જ તમારા સંબંધો લાંબો સમય સુધી ટકી રહેશે,જ્યારે પણ તમે તમારા મિત્ર કે માતા પિતાને કોઈ વાયદો કરો છો તો તેના પર કાયમ રહેતા શિખો,ખોટા ખોટા વાયદા કરીને ભૂલી જશો તો તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે