મુંબઈઃ ઊટીમાં તંત્ર દ્વારા ટોપલેટ બનાવવામાં આવ્યું હતું. જો કે, તેનો હજુ સુધી વપરાશ થયો હતો. જેથી તંત્ર દ્વારા વિન વપરાયેલા ટોપલેટનો રૂપરંગ બદલી નાખીને તેને આર્ટ ગેલરીમાં ફેવરી નાખવામાં આવ્યું હતું. આ આર્ટ ગેલરીમાં વિવિધ આર્ટિસ્ટોના એક્ઝિબિશન યોજવામાં આવી રહ્યાં છે.
An unused toilet building in Ooty has been converted into an Art exhibition centre called ‘The Gallery OneTwo’. The local Municipality has constructed a new toilet in the vicinity & allowed the unused building for the Gallery. This can be easily replicated by all Local bodies. pic.twitter.com/TFZjk0yF2v
— Supriya Sahu IAS (@supriyasahuias) December 22, 2020
આઈએએસ ઓફિસર સુપ્રિયા સાહુએ એક સુંદર આર્ટ ગેલરીનો વીડિયો ટ્વીટ કર્યો છે. જોકે ટ્વિટર પર પોસ્ટ કરાયેલી આ આર્ટ ગૅલરીના ફોટો જોઈને કોઈ માની પણ ન શકે કે એ થોડા સમય પહેલાં આ જગ્યાએ વપરાયા વિનાનું ટૉઇલેટ હતું. વિડિયોની શરૂઆત આર્ટ ગૅલરીના પ્રવેશદ્વારથી થાય છે અને એમાં અંદરની તરફ લાઇબ્રેરી દેખાય છે. સ્થાનિક મહાપાલિકાએ અહીં ટૉઇલેટ બાંધ્યું હતું, પરંતુ એનો વપરાશ ન થતાં એનો આર્ટ ગૅલરી તરીકે ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.