ઓસ્ટ્રેલિયામાં એક હિંદુ સંગઠને રિઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયાને બીફથી બનેલી નોટ નહીં છાપવાનો અનુરોધ કર્યો છે. હિંદુ સંગઠનનું કહેવું છે કે બીફવાળી નોટ છાપવાથી હિંદુઓની ભાવનોને ઠેસ પહોંચે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયા 20 અને 100 ડોલરની નવી નોટ છાપી રહી છે. માનવામાં આવે છે કે આ નવી ચલણી નોટ 2019 અને 2020માં જાહેર થશે. તાજેતરમાં અહીં પાંચ, દશ અને પચાસ ડોલરની નોટ ચલણમાં આવી ચુકી છે. જણાવવામાં આવે છેકે આ નવી કરન્સીના છાપકામમાં ગાયની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નોટને બનાવવામાં એક ચરબી જેવો અને સખત પદાર્થ ટેલોનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલો પશુઓની ચરબીથી બને છે. પહેલા આનો ઉપયોગ મીણબત્તી અને સાબુ બનાવવામાં કરવામાં આવતો હતો. તેનો ઉપયોગ આજે પણ ચલણી નોટો માટે કરવામાં આવે છે. તેના દ્વારા એન્ટિ સેટિક તૈયાર કરવામાં આવે છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પહેલા જ આનો ઉપયોગ કરવાની પુષ્ટિ કરી ચુકી છે. પરંતુ ટેલોનો ઉપયોગ માત્ર ઈંગ્લેન્ડ જ નહીં, પણ ઓસ્ટ્રેલિયા પણ કરે છે.
મીડિયા અહેવાલ મુજબ, યુનિવર્સલ સોસાયટીના અધ્યક્ષ રાજન જેદે રિઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે હિંદુઓની ભાવનાઓના સમ્માનની અપીલ કરી છે અને ગાયની ચરબી વગરની ચલણી નોટ જાહેર કરવાની વિનંતી કરી છે. રાજન જેદે પોતાના પત્રમાં લખ્યું છે કે હિંદુ માન્યતાઓમાં ગાય એક પવિત્ર પશુ છે અને તમામ દેવીદેવતાઓનો ગાયમાં વાસ હોય છે. તેમણે રિઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયાના ગવર્નર ફિલિપને આના સંદર્ભે ગંભીરતાથી વિચારણા કરવા માટે જણાવ્યું છે અને તેની સાથે જ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોરટ મેરિસનને હસ્તક્ષેપ કરવા માટે અનુરોધ પણ કર્યો છે.
મહત્વપૂર્ણ છે કે ઓસ્ટ્રેલિયામાં ખ્રિસ્તી, મુસ્લિમ અને બૌદ્ધો બાદ હિંદુઓ વસ્તી ક્રમાંકમાં ચોથા સ્થાને છે. 2016ની ઓસ્ટ્રેલિયાની વસ્તીગણતરી મુજબ, અહીં હિંદુઓની વસ્તી ચાર લાખ ચાલીસ હજાર છે.