- ત્વચા માટે લાભદાયી બીટ
- સ્વાસ્થ્ય માટે પણ છે ઉપયોગી
- વાંચો શું છે તેના ફાયદા
શરીરને ફીટ અને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રકારના લોકો ઉપાય કરતા હોય છે. આજકાલના ભાગદોડવાળા જીવનમાં આ પ્રકારે કાળજી રાખવી જરૂરી હોય છે ત્યારે આ પ્રકારના જીવનમાં રેગ્યુલર બીટ ખાતા રહેવાથી પણ અનેક ફાયદા થાય છે.
જાણકારી અનુસાર વાસ્તવમાં બીટમાં રહેલ ત્વચા આપણી ત્વચાને ઘણા ફાયદા આપે છે અને તેનો ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવવાથી માત્ર ગોરી ત્વચા જ નથી મળતી પણ અન્ય ઘણા ફાયદાઓ પણ થાય છે. બીટનો યોગ્ય ઉપયોગ કરીને ફેસપેક પણ બનાવી શકાય છે જે તમારા ચહેરાની ત્વચાને એક અલગ જ નીખાર અને સુંદરતા આપશે.
જો બીટ ખાવાના અન્ય ફાયદાની વાત કરવામાં આવે તો બીટ ફેસ પેક ત્વચામાંથી ડાઘ અને ફોલ્લીઓ દૂર કરે છે, જેનાથી રંગમાં સુધારો થાય છે. તેમજ તેનો નિયમિત ઉપયોગ ત્વચામાં ગુલાબી રંગ લાવે છે. બીટમાં વિટામિન સી મળી આવે છે, જે ત્વચા માટે બળતરા વિરોધી ગુણ તરીકે કામ કરે છે. જે મહિલાઓને ખીલની સમસ્યા હોય છે તે બીટનો ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવી શકે છે. જો કે, કેટલીક સ્ત્રીઓની ત્વચા સંવેદનશીલ હોય છે અને તેઓ ઉપરોક્ત કોઈપણ ઘટકોમાંથી બળતરા અનુભવી શકે છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.