બીટ શરીરને રાખે ફિટઃ હિમોગ્લોબીનની ઉણપ દૂર કરવાથી લઈને આરોગ્યને અઢળક ફાયદા કરે છે બીટ
હાલ માર્કેટમાં અનેક પ્રકારના શાકભાજી આવી રહ્યા છે આ સિઝન એમ કહીએ તોકંઈ ખોટૂ નથી કે તમામ પ્રકારના શાકભાજીઓ ફ્રેશ આવતા હોય છે અને તે શરીર માટે ખુબ જ ફાયદા કારક હોય છે, ખાસ કરીને સલાડનું સેવન આપણાને તંદુરસ્તી તરફ દોરી જાય છે ત્યારે એવું જ એક લોહી બનાવતું અને લોહીને શુદ્ધ કરતું શાકભાજી એટલે કે બીટ…કહેવાય છે કે બીટ શરીરને રાખે છે ફિટ બીટનું સેવન મોટા ભાગે લોહીની ઉણપને દૂર કરે છે.
બીટમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ તેમજ વિટામીન્સ અને મિનરલ્સ હોય છે.બીટમાં મેગ્નેશિયમ, સોડિયમ, મેંગેનીઝ, પોટેશિયમ અને વિટામીન સી જેવા પોષક તત્વ સમાયેલા હોય છે બીટલાઈન્સની હાજરી, બીટરૂટમાં શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો, બળતરા અને ઓક્સિડેટીવ તાણ ઘટાડવામાં મદદ કરે છે, સંભવિતપણે હ્રદય રોગ અને અમુક કેન્સર જેવા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે.
પાચનશક્તિ ઠીક રાખવા તેમજ લોહી સંબંધિત બીમારીઓથી છુટકારો મેળવવા માટે પણ બીટ એક ખાસ ફળ છેબીટનો ઉપયોગ ડેઝર્ટ, જામ તેમજ જેલીમાં પણ કરવામાં આવે છે.
બીટમાં રહેલા બૈટૈનિન તત્વના કારણે તેનો રંગ લાલ હોય છે. બેટૈનિનમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે.બીટ ખાવાથી આંખોનું તેજ વધે છે, અને સ્નાયુતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.બીટરૂટમાં જોવા મળતા નાઈટ્રેટ્સનું હાઈ લેવલના બ્લડ પ્રેશરમાં સુધારો કરીને અને રક્ત પ્રવાહમાં વધારો કરીને કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારી શકે છે. આ કસરત પ્રદર્શન અને એકંદર સહનશક્તિને વધારી શકે છે.
બીટનું સેવન કરવાથી રક્તચાપને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે તે સાથે જ હ્રદય સંબંધિત બીમારીઓથી પણ બચાવે છે,બીટનું સેવન કરવાથી પ્રોટીનની ઉણપ અને ડાયાબિટીઝથી પણ બચાવે છે. બીટનું સેવન શરીરમાં એકત્રિત વિષાક્ત પદાર્થોને બહાર કાઢીને શરીરને ડિટોક્સ કરે છે.