ફોલ્ડેબલ ફોન ખરીદતા પહેલા જાણી લો તેને કેવી રીતે સુરક્ષિત રાખવો
વર્ષ 2019થી ભારતીય બજારમાં ફોલ્ડેબલ ફોન આવ્યા છે. ફોલ્ડેબલ ફોનની ડિઝાઇનને કારણે લોકોમાં તેનો ઘણો જ ક્રેઝ છે. તેમની ડિઝાઇન એટલી આકર્ષક છે કે લોકો ફોલ્ડેબલ ફોન ખરીદવા માટે ઉત્સુક છે, પરંતુ ફોલ્ડેબલ ફોન રાખવા એ સરળ કાર્ય નથી, કારણ કે તેને સામાન્ય સ્માર્ટફોન કરતાં વધુ કાળજીની જરૂર છે. જો તમારી પાસે ફોલ્ડેબલ સ્માર્ટફોન છે, તો તમારે તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ.
• ફોલ્ડેબલ સ્ક્રીનની યોગ્ય જાળવણી
ફોલ્ડેબલ ફોનની સ્ક્રીનમાં અનેક સ્તરો હોય છે, જેમાંથી કેટલાક તેને વધારાની તાકાત આપે છે. પરંતુ, તે સામાન્ય ફોન કરતાં વધુ નાજુક છે, ખાસ કરીને હિન્જની નજીક. કાળજીપૂર્વક ખોલો અને બંધ કરો. ગંદકીથી બચાવવો જોઈએ.
• ફોનને સાફ રાખો
ફોન બંધ કર્યા પછી અંદર ધૂળ કે ગંદકી જામી શકે છે. જો સ્ક્રીન પર દબાણ નાખવામાં આવે તો તે નુકસાન પહોંચાડી શકે છે.
• સ્ક્રીન પ્રોટેક્ટરનો ઉપયોગ કરો
ઘણી કંપનીઓ તેમના ફોલ્ડેબલ ફોનમાં પહેલાથી જ સ્ક્રીન પ્રોટેક્ટર આપે છે, પરંતુ જો તમારા ફોનમાં તે ન હોય તો તમારે તેને તરત જ ઇન્સ્ટોલ કરાવી લેવું જોઈએ.
• સારા કેસ પર પૈસા ખર્ચો
ફોલ્ડ કરી શકાય તેવા ફોન માટે ચોક્કસ કેસ પસંદ કરો.