- મીઠાઈ ખરીદતા વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો
- મીઠાઈ અસલી છે કે નકલી તે પણ જાણીલો
હવે દિવાળીના તહેવારને ગણકરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મીઠાઈની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે નાની દુકાનોથી માંડજીને મોટી દુકાનોમાં મીઠાઈની ખરીદી કરવા માટે લોકોની ભીડ જામી રહી છે, મોટી સંખ્યામાં મીઠાઈઓ બનાવામાં આવી રહી છે જો કે મીઠાઈ ખાતા વખતે તમારે હેલ્થનું પણ ધ્યાન રાખવાનું છે જેથી મીઠાઈની ખરીદી કરતા પહેલા તેને ચકાસી લો કે આ મીઠાઈ ખાવાલાયક અસલી છે કે નકલી, તો આ માટે કેટલીક ટિપ્સ પણ જાણી લઈએ.
ચાંદીનું વરક અલસી કે નકલી આ રીતે જાણો
મીઠાઈને સજાવવા માટે તેમાં સિલ્વર વર્ક લગાવવામાં આવે છે. પરંતુ આજકાલ ભેળસેળના કારણે લોકો મીઠાઈ પર નકલી ચાંદીના વરખ લગાવે છે. તેને ઓળખવા માટે, મીઠાઈનો ટુકડો ઉપાડો અને તેને તમારી આંગળીથી થોડો ઘસો, તે સાચું ચાંદીનું વરખ હશે પછી તે ઉતરી જશે. પરંતુ એલ્યુમિનિયમથી બનેલા નકલી ચાંદીના વરખ જાડા હોય છે અને સરળતાથી દૂર નહી થાય.
મીઠાઈનો રંગ કેવો છે તે ચકાસો
બને ત્યા સુધી રંગીન મીઠાઈમાં કલર હોવાથઈ તે આરોગ્યને નુકશાન કરે છે તેથી તેવી મીઠાઈઓ ખાવાની ટાળવી જોઈએ,વધુ રંગોવાળી મીઠાઈઓ ખરીદવાનું ટાળો. આવી મીઠાઈઓમાં રંગની ગુણવત્તા નબળી હોવાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેને ઓળખવા માટે, હાથમાં મીઠાઈનો પ્રયાસ કરો, જો રંગ હાથ પર આવી જાય, તો તેને ખરીદવાનું ટાળો.
ડ્રાયફ્રૂટમાં ભેળસેળની ઓળખ કરો
ખાસ કરીને મોટા પ્રમાણમાં બનતી મીઠાઈમાં ઘણી ભેળસેળ હોય છે, ડ્રાયફ્રૂટમાં ભેળસેળ શોધવા માટે, ફિલ્ટર પર આયોડિનનાં બે ટીપાં નાખો. તેનું કાળું પડવું સૂચવે છે કે તે ભેળસેળયુક્ત છે. અખરોટ દાણાદાર હોય તો પણ તેમાં ભેળસેળ થઈ શકે છે.