Site icon Revoi.in

મેકઅપ કરતા પહેલા આ વાતનું રાખો ધ્યાન,જાણો મહત્વની વાત

Social Share

કોસ્મેટિક્સ સાયન્ટિસ્ટ કાર્લી મિસ્લેહે સ્પેક્ટ્રમ કલેક્શનને જણાવ્યું હતું કે મેકઅપ બ્રશ ચહેરામાંથી બેક્ટેરિયા, ડેડ સ્કિન સેલ્સ અને તેલ પ્રોડક્ટ સુધી પહોંચે છે. જો કે, તમામ પ્રકારના બેક્ટેરિયા હાનિકારક હોય તે જરૂરી નથી. પરંતુ જો તમે દરરોજ ગંદા બ્રશનો ઉપયોગ કરો છો, તો તેનાથી ખીલ થઈ શકે છે અથવા ત્વચાની સમસ્યા વધી શકે છે.

અત્યારના સમયમાં દરેક મહિલા મેકઅપ કરે છે. મેકઅપ માટે જરુરી સામાન પણ પોતાની પાસે વસાવી લે છે. હવે મેકઅપના બ્રેશને લઇને જ એક સ્ટડી થયું છે. તે મુજબ, તમારા મેકઅપ બ્રશ ટોયલેટ સીટ કરતાં વધુ ગંદા હોઈ શકે છે. તેથી આગલી વખતે તમે મેકઅપ બ્રશનો ઉપયોગ કરો, ખાતરી કરો કે તે સારી રીતે સાફ છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે મેક-અપ કર્યા પછી જો આપણે બ્રશને સાફ ન કરીએ તો તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ વધી જાય છે. બેક્ટેરિયાનું પ્રમાણ ટોઇલેટ સીટ કરતાં વધુ હોય છે.

કોસ્મેટિક ટૂલ બ્રાન્ડ સ્પેક્ટ્રમ કલેક્શન દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં જાણવા મળ્યું છે કે તમે તમારા મેકઅપ બ્રશને ગમે ત્યાં રાખો છો, જો તે ગંદા હોય, તો તેમાં રહેલા બેક્ટેરિયાની માત્રા તમને આશ્ચર્યચકિત કરશે. સંશોધકોએ આ સંશોધન માટે સ્વચ્છ અને ગંદા મેકઅપ બ્રશના સ્વેબ લીધા. આ બ્રશ વિવિધ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યા હતા, જેમ કે બેડરૂમ, મેકઅપ બેગ, ડ્રોઅર્સ અને બ્રશ બેગ અને બાથરૂમ.