Site icon Revoi.in

ઈરાને પહેલા ભારત અને અમેરિકાએ પણ પાકિસ્તાન આર્મીની પોલ ખોલી કરી હતી સૈન્ય કાર્યવાહી

Social Share

નવી દિલ્હીઃ આતંકવાદીઓનું આકા ગણાતુ પાકિસ્તાન સમગ્ર દુનિયામાં પોતાની આર્મી અને પરમાણુ બોમ્બને લઈને મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ ઈરાને પાકિસ્તાનમાં ધુસીને આતંકવાદી ઠેકાણો ઉપર બોમ્બમારો કર્યો છે. પાકિસ્તાનના મોટા મોટા દાવાઓ વચ્ચે આ પ્રથમવાર નહીં કે કોઈ દેશ પાકિસ્તાનમાં ઘુસીને સૈન્ય કાર્યવાહી કરી છે. અગાઉ અમેરિકા અને ભારતે પણ પાકિસ્તાનમાં ઘુસીને સૈન્ય કાર્યવાહી કરીને પાકિસ્તાનના તમામ દાવાઓની પોલ ખાલી નાખી છે.

ઈરાને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. ઈરાનના લડાકુ વિમાનોએ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના એક ગામ પર હવાઈ હુમલો કર્યો. ઈરાનનું કહેવું છે કે આ હવાઈ હુમલામાં જૈશ અલ-અદલના બે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાને ઈરાનના આ પગલા પર સખત નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેના ગંભીર પરિણામો આવી શકે છે. પાકિસ્તાન વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંના એક હોવા પર ગર્વ અનુભવે છે, પરંતુ ઈરાનના નવીનતમ હવાઈ હુમલાએ ફરી એકવાર પાકિસ્તાનના દાવાઓની પોલ ખાલીને વાસ્તવિકતા દુનિયા સામે મુકી છે. ઈરાન એકમાત્ર એવો દેશ નથી જેણે પાકિસ્તાનની સરહદ પર આક્રમણ કર્યું છે, પરંતુ આ પહેલા પણ ઘણા દેશોએ આવું કર્યું છે અને દરેક વખતે પાકિસ્તાન માત્ર ભડાસ કાઢીને જ શાંત થઈ જાય છે.

પાકિસ્તાન હંમેશા આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવે છે. જો કે પાકિસ્તાન આ આરોપોને નકારે છે, પરંતુ વિશ્વનો સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિલ લાદેન પણ પાકિસ્તાનના શહેર એબોટાબાદમાં આશરો લેતો હતો, જેને અમેરિકન સેનાએ એબોટાબાદમાં જ એક ગુપ્તચર ઓપરેશનમાં માર્યો હતો. 1 મે, 2011 ના રોજ, યુએસ આર્મી સીલ કમાન્ડોએ પાકિસ્તાનના એબોટાબાદમાં MH-60 હેલિકોપ્ટરમાં ઉતરાણ કરીને ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હતો. નવાઈની વાત એ છે કે પાકિસ્તાન નેવીને પણ આ વાતની જાણ નહોતી.

29 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. સર્જિકલ સ્ટ્રાઈકમાં ભારતીય સેનાએ પીઓકેમાં ઘણા આતંકવાદી કેમ્પ પર હુમલો કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલાના જવાબમાં આ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. ઉરી હુમલામાં ભારતીય સેનાના 19 જવાનો શહીદ થયા હતા. સર્જિકલ સ્ટ્રાઈકમાં આતંકીઓના લોન્ચ પેડ લોકેશનને નિશાન બનાવવામાં આવ્યા હતા.

વર્ષ 2019માં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. 14 ફેબ્રુઆરી 2019 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની સંડોવણીના પુરાવા મળ્યા છે. આ પછી, ભારતે પાકિસ્તાનના બાલાકોટ વિસ્તારમાં હવાઈ હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી અને ઘણા આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા.