Site icon Revoi.in

નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસ પહેલા ભારતને 35 હજાર એકે-203 રાઈફલ મળી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત પહેલા સંરક્ષણ મંત્રાલયને 35 હજાર AK-203 એસોલ્ટ રાઈફલો મળી છે.બંને દેશો વચ્ચેના સંયુક્ત સાહસ ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ (IRRPL)એ રાઇફલ સોંપી છે. રશિયાના રોસ્ટેક સ્ટેટ કોર્પોરેશન રોબોરોનેક્સપોર્ટે શુક્રવારે સત્તાવાર રીતે કલાશ્નિકોવ રાઇફલ્સ સોંપવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદી 08 થી 10 જુલાઈના રોજ રશિયન ફેડરેશન અને રિપબ્લિક ઑફ ઑસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાત લેશે. તે 22મી વાર્ષિક સમિટમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 માર્ચ, 2019 ના રોજ રશિયાના સહયોગથી ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે સ્થિત કોરવા ઓર્ડનન્સ ફેક્ટરીમાં AK-203 રાઈફલ્સ બનાવવાની ફેક્ટરીનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. લગભગ એક દાયકાની રાહ જોયા પછી, અમેઠીની આ આર્મમેન્ટ ફેક્ટરીમાં ગયા વર્ષે જાન્યુઆરીમાં AK-203 એસોલ્ટ રાઈફલ્સનું ઉત્પાદન શરૂ થયું હતું. AK-203 એસોલ્ટ રાઇફલ એ 7.62×39mm કારતૂસ માટે બનાવેલી AK-200 રાઇફલની આવૃતિ છે. આ સાથે જ ભારત વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડ કલાશ્નિકોવની AK-200 શ્રેણીની એસોલ્ટ રાઈફલ્સનું ઉત્પાદન શરૂ કરનાર પ્રથમ દેશ બન્યો. હવે આ ફેક્ટરીમાં તૈયાર થયેલી 35 હજાર એસોલ્ટ રાઈફલ્સની પ્રથમ બેચ રક્ષા મંત્રાલયને સોંપવામાં આવી છે.

વડા પ્રધાન મોદીની રશિયાની મુલાકાત પહેલાં, IRRPL એ શુક્રવારે ઔપચારિક રીતે 35 હજાર રાઇફલ્સનું ઉત્પાદન અને રશિયાના રોસ્ટેક સ્ટેટ કોર્પોરેશન દ્વારા ભારતીય સંરક્ષણ મંત્રાલયને ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી. રોબોરોનેક્સપોર્ટના મહાનિર્દેશક એલેક્ઝાન્ડર મિખેવે એક નિવેદનમાં જણાવ્યું કે શરૂઆતમાં 7.62×39mm કારતૂસની 70 હજાર એકે-203 રાઈફલ્સ રાઈફલ્સમાં રશીયન સ્પેરપાર્ટ લાગશે ત્યારબાદ તેનું સંપુર્ણ સ્વદેશીકરણ થશે. સ્વદેશીકરણ માટે જરૂરી તમામ સાધનો કોરવા ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોકલવામાં આવ્યા છે. પ્રારંભિક બેચને આર્મીના વિવિધ એકમોને સોંપવામાં આવી છે અને હવે પછીની બેચનું નિરીક્ષણ કરીને ટૂંક સમયમાં સોંપવામાં આવશે.

રોસ્ટેકના ડાયરેક્ટર જનરલ સર્ગેઈ ચેમેઝોવે જણાવ્યું હતું કે ભારતમાં ઉત્પાદિત AK-203 રાઈફલ્સનું મોડલ ઉત્તમ અર્ગનોમિક્સ સાથે વિશ્વની શ્રેષ્ઠ એસોલ્ટ રાઈફલ્સમાંથી એક છે. AK-203 એસોલ્ટ રાઇફલ્સના ઉત્પાદનની શરૂઆત સાથે, ઉચ્ચ ગુણવત્તાવાળા, અનુકૂળ અને આધુનિક નાના હથિયારો ટૂંક સમયમાં જ ભારતના સંરક્ષણ અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાશે. તેમણે કહ્યું કે રશિયા અને ભારત મજબૂત ભાગીદારી સંબંધોથી જોડાયેલા છે. રોસ્ટેક સ્ટેટ કોર્પોરેશન એ રશિયાની સૌથી મોટી શસ્ત્રાગાર ઉત્પાદન કંપની છે અને રોસોબોરોનેક્સપોર્ટ તેનો એક ભાગ છે.

આ સ્વદેશી બનાવટની રાઈફલોની લંબાઈ લગભગ 3.25 ફૂટ છે અને ગોળીઓથી ભરેલી રાઈફલનું વજન લગભગ ચાર કિલોગ્રામ હશે. તે રાત્રિના ઓપરેશનમાં પણ ખૂબ અસરકારક રહેશે, કારણ કે તે એક સેકન્ડમાં 10 રાઉન્ડ એટલે કે એક મિનિટમાં 600 ગોળીઓ ચલાવી શકે છે. જો જરૂર પડે તો તેમાંથી 700 રાઉન્ડ ફાયરિંગ પણ કરી શકાય છે. દુનિયાને સૌથી ખતરનાક બંદૂક આપનાર વ્યક્તિનું નામ છે મિખાઇલ કલાશ્નિકોવ. AK-47નું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. AK નું પૂરું સ્વરૂપ ઓટોમેટિક કલાશ્નિકોવ છે.

AK-203 એસોલ્ટ રાઈફલ 300 મીટરની રેન્જમાં દુશ્મનને વીંધી શકે છે. AK-203 એસોલ્ટ રાઈફલની બુલેટ સ્પીડ 715 કિલોમીટર પ્રતિ કલાક છે. નવી એસોલ્ટ રાઈફલમાં AK-47 જેવી ઓટોમેટિક અને સેમી-ઓટોમેટિક બંને સિસ્ટમ હશે. ટ્રિગરને એકવાર દબાવવાથી અને પકડી રાખવાથી, ગોળીઓ ચાલુ રહેશે.