Site icon Revoi.in

PM મોદીની મુલાકાત પહેલા અમેરિકા અહીં વસતા ભારતીયોને આપશે ખાસ ભેંટ – દિવાળીના તહેવારમાં રજાઓ જાહેર કરવા માટે સંસદમાં બિલ રજૂ

Social Share

દિલ્હીઃ- પીેમ મોદી આવતા મહિને અમેરીકાની મુલાકાતે જવાના છે,જો કે પીએમ મોદી ત્યાના પ્રવાસે પહોંચે તે પહેલા અમેરિકાએ એક ખાસ મહત્વનું પગલું લીઘુ છે જેનાથી ત્યા વસતા ભારતીયોને મોટો ફાયદો થશે, સાથે જ ભારતના જાણીતા તહેવારની ઉજવણી ભારતીયો કરી શકશે.

પ્રા્પત વિગત પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા અમેરિકામાં દિવાળીને સંઘીય રજા તરીકે જાહેર કરવા માટે યુએસ કોંગ્રેસ (સંસદ)માં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. યુએસ કોંગ્રેસ વુમન ગ્રેસ મેંગે વિતેલા દિવસને  શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં દિવાળી ડે બિલ રજૂ કર્યું હતું.

યુએસના  આ પગલાને દેશભરના વિવિધ સમુદાયોએ શાક આવકાર્યો છે. જો કોંગ્રેસ દ્વારા દિવાળી ડે બિલ પસાર કરવામાં આવે છે, તો તે રાષ્ટ્રપતિની સંમતિ મેળવ્યા બાદ કાયદો બની જશે અને દિવાળી યુએસમાં 12મી ફેડરલ રજા બની જશે.જેથી અહી વસતા ભારતીયોને ફાયદો થશે. દિવાળી જેવા તહેવારોમાં તેઓ ઘરે રહીને પરિવાર સાથે ઉજવણી કરી શકશે.

તેમણે એક  મીડિયા સાથે વાત કરતા કહ્યું કે દિવાળી એ વિશ્વભરના અબજો લોકો સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં અસંખ્ય પરિવારો અને સમુદાયો માટે વર્ષના સૌથી મહત્વપૂર્ણ દિવસો પૈકીનો એક છે. તેમણે કહ્યું કે દિવાળીની ફેડરલ રજા પરિવારો અને મિત્રોને સાથે મળીને તહેવારની ઉજવણી કરવાની મંજૂરી આપશે. આ દિવસે રજા એ સાબિત કરશે કે સરકાર રાષ્ટ્રની વિવિધ સાંસ્કૃતિક તકોને મહત્વ આપે છે.