Site icon Revoi.in

પીએમ મોદીની જમ્મુ કાશ્મીરની મુલાકાત પહેલા જનસભા સ્થળથી માત્ર 12 કિમી દૂર ખેતરમાં વિસ્ફોટની ઘટના

Social Share

શ્રીનગર – આજરોજ દેશના પ્રધાનમંત્રી મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાત લેનાર છે, તેમની મુલાકાતને લઈને અહીંની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે જો કે છંત્તા પણ પીએમ મોદી જ્યાથી જનસભા સંબોધવાના છે ત્યાથી માત્ર 2 કિમી દૂર વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે.ઓગસ્ટ 2019માં અહીંથી કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર કાશ્મનીરની મુલાકાતે જઈ રહ્યા છે. જેથી આતંકવાદીઓમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. તેઓ કાશ્મીરમાં સતત ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આજરોજ રવિવારે સવારે એક ખેતરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચિત જાહેર સભા સ્થળથી માત્ર 4 કિમી દૂર છે. આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સુરક્ષા એજન્સીઓ એ આ મામલે તપાસ શરકુ કરી દીધી છે.

આ ઘટનાને મામલે ણળતી માહિતી પ્રમાણે આ વિસ્ફોટ સાંબા જિલ્લાના બિશ્નાહના લલિયાલ વિસ્તારમાં એક ખેતરમાં થયો હતો. વિસ્ફોટના કારણે ખેતરમાં ખાડો પણ પડી ગયેવો જોવા મળ્યો છે. પોલીસને આશંકા છે કે વિસ્ફોટ વીજળીના કારણે થયો હતો.જો કે સુરક્ષાને ધ્યાનમાં લેતા  સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.પીએમ મોદીના આગમનને લઈને  જાહેર સભા સ્થળે ખાસ તકેદારી વધારી દેવામાં આવી છે.