RTE પ્રવેશ માટે સ્કૂલોની પસંદગી પહેલા વાલીઓએ રૂબરૂ શાળામાં જઈને માહિતી મેળવવા સુચના
અમદાવાદઃ વાલીઓની આવક ઓછી હોય એવા ગરીબ પરિવારોના બાળકોને સરકાર દ્વારા જ ખાનગી શાળાઓમાં રાઈટ ટુ એજ્યકેશન (RTE) અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. હાલ ખાનગી સ્કૂલોની 25 ટકા અનામક બેઠકો પર આરટીઈની પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. પ્રવેશ કાર્યવાહી ઓનલાઇન ચાલી રહી હોવાથી વાલીઓને સ્કૂલોની પસંદગી અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ કાળજી રાખવા અપીલ કરી છે. ડીઈઓએ વાલીઓને સ્કૂલની પસંદગી કરતાં પહેલા રૂબરૂમાં સ્કૂલની મુલાકાત લઈ સ્કુલની સઘળી માહિતી મેળવી લેવા જણાવ્યું છે, જેથી વાલીઓ સ્કૂલનું માધ્યમ, શિક્ષણ, સવલતો વગેરેની માહિતી મેળવી શકે. ત્યારબાદ સ્કુલની પસંદગી કરવી જોઈએ. ઉપરાંત જે વાલીઓની આવક વધુ હોવા છતાં પણ પોતાના બાળકને આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ અપાવશે તો તેની તપાસ કરવામાં આવશે.શહેરની સુઘડની આનંદનિકેતન સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોનાં વાલીઓની આવકની સતત બીજા વર્ષે તપાસ થઈ હતી, જેમાંથી 12 વાલી પૈસાદાર હોવાનું બહાર આવતા સ્કૂલે ડીઈઓમાં ફરિયાદ નોંધાવી છે. આ તમામ વાલીઓની આવક સરકારે નક્કી કરેલી આવક કરતાં અનેકગણી વધારે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં આરટીઈની પ્રવેશ કાર્યવાહી પૂરી થયા બાદ દર વર્ષે 25 ટકા જેટલા વાલીઓ પોતાના બાળકોની સ્કૂલ બદલવા માટેની અરજી કરતા હોય છે, જેનું મુખ્ય કારણ સ્કૂલ અને ઘર વચ્ચેનું અંતર વધારે હોય અથવા સ્કૂલ અને ઘર વચ્ચે ટ્રાન્સપોર્ટેશનનો અભાવ હોય છે, જેથી બાળકને સ્કૂલે પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છે. લાંબા સમયે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાને કારણે બાળકને અન્ય ખાનગી સ્કૂલમાં પૂરી ફી ભરી મોકલવાની ફરજ પડે છે. આ સ્થિતિને નિવારવા માટે વાલીએ જાગૃત થઇને પહેલા સ્કૂલની મુલાકાત લઈ ઓનલાઇન સ્કૂલની પસંદગી કરવી જોઇએ.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુઘડની આનંદનિકેતન સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોનાં વાલીઓની આવકની સતત બીજા વર્ષે તપાસ થઈ હતી, જેમાંથી 12 વાલી પૈસાદાર હોવાનું બહાર આવતા સ્કૂલે ડીઈઓમાં ફરિયાદ નોંધાવી છે. આ તમામ વાલીઓની આવક સરકારે નક્કી કરેલી આવક કરતાં અનેકગણી વધારે છે. કહેવાય છે. કે, એક વાલીના ઇન્કમટેક્સ રિટર્નમાં કુલ ટર્નઓવરની રકમ 1.07 કરોડ અને 2020-21ની નેટ પ્રોફિટ રકમ 5.95 લાખ હતી, જ્યારે અન્ય એક વાલીની આવક 5.10 લાખ હતી. સ્કૂલે 12 જેટલા વાલીની આવકની માહિતી સાથે ડીઈઓમાં ફરિયાદ કરી છે.