નવરાત્રીમાં ચણિયાચોળી અને ઓર્નામેન્ટસ લેતા પહેલા આટલી બાબતોનું ખાસ ઘ્યાન રાખો
નવરાત્રીનો તહેવાર હોય અને ઘરમાં ખુશી ન આવે તેવુ તો બને નહી, આ તહેવાર એવો છે કે આ તહેવારના સમય દરમિયાન જ તમને દરેક જગ્યાએ સકારાત્મક ઉર્જાનો અનુભવ થવા લાગે છે અને તમારા જીવનમાં પણ અનેરી ખુશીનો અનુભવ થવા લાગે છે. આ તહેવારમાં ખરીદીઓ થાય છે અને અનેક પ્રકારની લાગણીઓ સાથે જોડાયેલો તહેવાર છે, તો આવામાં વાત કરવામાં આવે ખરીદીને લઈને તો દરેક મહિલાએ ચણિયાચોળી અને ઓર્નામેન્ટ્સ ખરીદીતા પહેલા આટલી વાતનું ધ્યાન રાખવું જોઈએ.
અત્યારે માર્કેટમાં ઘણા બધા પ્રકારની ચણિયાચોળી પ્રાપ્ય છે. જેમાં વિવિધ પ્રકારના વર્ક હોય છે. તેમાંથી અમુક ડિઝાઇન એવી હોય છે કે, જે દરેક વર્ષે ચાલી જાય. જેમાં બ્લોક પ્રિન્ટ, પ્લેઇન, સિમ્પલ બોર્ડર ધરાવતી ચણિયાચોળીનો સમાવેશ થાય છે. આ સાથે જ કોટન જેવા ફેબ્રિકની ચણિયાચોળી પસંદ કરવી જે પહેરવામાં આરામદાયક હોય અને ગરબા રમતી વખતે પરસેવો પણ ઓછો થાય.
જો તમે પ્લેઇન દુપટ્ટાવાળી ચણિયાચોળી પહેરતા હોવ તો તમે લોન્ગમાં નેકલેસ લઇ શકો અથવા જો દુપટ્ટો હેવી હોય તો તેને હેવી ઇયરિંગ્સ સાથે સ્ટાઇલ કરવો જોઇએ. ઓરનામેન્ટ્સ ખરીદતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, વજનમાં હલકા હોય તેવા જ ઓર્નામેન્ટ પસંદ કરો અને હવે ફેબ્રિક બેઝ્ડ ઓર્નામેન્ટ્સ પણ માર્કેટમાં અવેલેબલ છે તો તમે તે પસંદ કરી શકો છો.