ચંદ્રયાન-3 લેન્ડિંગ પહેલા પાકિસ્તાનના પૂર્વ મંત્રીનો ભારતના અવકાશ ક્ષેત્રને લઈને બદલાયો રાગ – અભિનંદન પાઠવતા ઐતિહાસિક ક્ષણ ગણાવી
દિલ્હીઃ- આજે ભારત એક ઈતિહાસ રચવા જઈ રહ્યું છે ચંદ્ર પર ચંદ્રયાન 3 ના લેન્ડિંગને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે હવે લેન્ડિંગની ગણતરીની પળોની વાર છે ત્યાર દુનિયાની નજર પણ ભારત પર અટકેલી છે આવી સ્થિતિમાં હવે પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ પણ ભારતને ચંદ્રયાન મિશન 3 ને લઈને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાનના પૂર્વમંત્રી ફવાદ હુસૈન ચૌધરી કે જેમણે એક સમયે ભારતના અવકાશ પ્રયાસોની મજાક ઉડાવી હતી ત્યારે હવે તેઓ ભારતના જ વખામ કરી રહ્યા છે, તેમણે પોતાના હૃદયના આશ્ચર્યજનક પરિવર્તન દેખાડ્યું છે, ચૌધરી હવે ભારતના ચંદ્ર મિશનના ગુણગાન ગાયા છે.
કારણ કે વિતેલા દિવસને મંગળવારે પાકિસ્તાનના પૂર્વમંત્રી એ એક્સ કે જે (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) જેના પર એક પોસ્ટ શએર કરી છે.આ સહીત ફવાદ ચૌધરીએ લખ્યું છે કે “પાક મીડિયાએ આવતીકાલે સાંજે 6:15 વાગ્યે ચંદ્રયાનનું ચંદ્ર ઉતરાણ લાઈવ બતાવવું જોઈએ… માનવજાત માટે આ એક ઐતિહાસિક ક્ષણ, ખાસ કરીને લોકો, વૈજ્ઞાનિકો અને ભારતીયો માટે. અવકાશ સમુદાય….ખૂબ અભિનંદન.આ રીતે તેમણે ભારતના આ મિશન માટે અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં, જ્યારે ચંદ્રયાન-2 મિશનને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો અને સોફ્ટ લેન્ડિંગ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા, ત્યારે ઈમરાન ખાનની સરકારમાં મંત્રી તરીકે સેવા આપતા ચૌધરીએ આ જ બાબતની મજાક કરી હતી, અને ટિપ્પણી કરી હતી કે “ઈન્ડિયા” ફક્ત “બોલિવૂડ દ્વારા ચંદ્ર પર પહોંચી શકે છે,”ત્યારે હવે આજે તેમણે ભારતના ચંદ્રયાન મિશનના વખાણ કર્યા છે.