Site icon Revoi.in

ક્વાડ દેશોની બેઠક યોજાઈ તે પહેલા પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેન સાથે કરશે અલગથી બેઠક

Social Share

દિલ્હીઃ- ક્વાડ ગ્રુપ દેશોના નેતાઓની પ્રથમ વ્યક્તિગત બેઠક 24 સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં યોજાનાર છે. આ સમગ્ર સમય દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અન્ય દેશોના નેતાઓ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને જાપાનના યોશીહિડે સુગાની મહેમાનગતી કરશે. ત્યારે હવે માહિતી મળી રહી છે કેકે આ ક્વાડ દેશઓની સમિટમાં ભાગ લેતા પહેલા પીએમ મોદી અને જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે.એટલે કે પીેમ મોદી અલગથી જોબાઈડેન સાથે મુલાકાત કરશેે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 23 સપ્ટેમ્બરે, ક્વાડ બેઠક પહેલા, પીએમ મોદી ભારતના વ્યૂહાત્મક ભાગીદારો જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. પીએમ મોદી જાપાનના પીએમ યોશીહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે ખુલ્લા અને સ્વતંત્ર ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર પર વાતચીત કરશે.

ભારતે તેના ત્રણેય ક્વાડ સાથીઓ સાથે ટુ-પ્લસ-ટુ વાતચીત કરી ચૂક્યું  છે. તે જ મહિનામાં, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ 2-પ્લસ-2 મંત્રણા 11 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાઈ હતી.

24 સપ્ટેમ્બરના રોજ પ્રથમ પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે અને પછી પહેલી વખત તેઓ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વ્યક્તિગત મુલાકાત કરશે. આ પછી, ચાર દેશો ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ તમામ મંત્રણા વ્હાઇટ હાઉસમાં જ યોજાશે .આ મંત્રણમાં અફઘાનની સ્થિતિની પણ ચર્ચાનો સમાવેશ કરવામાં આવેશે