નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા ધોરણ 1થી 8ના વિદ્યા સહાયકોની ભરતી પ્રકિયા પૂર્ણ કરી દેવાશે
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકોની ભરતી કરવા માટેની પ્રક્રિયા મહિનાઓથી ચાલી રહી છે. છતાં હજુ પૂર્ણ થઈ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે 2600 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી . આ પછી ફાઇનલ મેરિટ જાન્યુઆરી-2023માં જાહેર કર્યા પછી હજુ સુધી સ્થળ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. હવે આગામી 15 દિવસમાં સ્થળ પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરવામા આવશે. અને નવા શૈક્ષણિક સત્ર પહેલા જ ધોરણ 1થી 8ની શાળાઓમાં વિદ્યાસહાયકોની ઘટ પુરી કરી દેવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતવિધાનસભાની ચૂંટણી પહેલા જાહેર કરાયેલી 2600 શિક્ષકોની ભરતી પ્રકિયા હજુ પણ પૂર્ણ થઈ નથી. ઉમેદવારોનું ફાયનલ મેરિટ ગત જાન્યુઆરી 2023માં જાહેર કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થળ પસંદગી ખોરંભે પડી હતી. એટલે કે, જાન્યુઆરીમાં ફાઇનલ મેરિટ જાહેર કર્યા પછી સ્થળ પસંદગી હજુ બાકી છે. આથી મેરિટમા આવતા ઉમેદવારો નોકરીની રાહ જોઇ રહ્યા છે,હવે આગામી 15 દિવસમાં રાજય સરકાર સ્થળ પસંદગી માટે જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે,આ ભરતીમાં વિધવા બહેનો માટે 5 ટકા મેરિટમાં ફાયદો કરવામાં આવશે. વિધવા બહેનોને નોકરીની તક મળે તે માટે સરકારે 5 ટકા મેરિટમાં ઉમેરવાનો સુધારો કર્યો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની અનેક જગ્યાઓ ખલી છે. ઘણીબધી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. આથી રાજ્સ સરકાર નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ વિદ્યાસહાયકોને શાળાઓ ફાળવીને નિમણૂંક પત્રો આપી દેવા માગે છે. વિદ્યાસહાયકોની ભરતી માટેનું ફાયનલ મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે મેરિટ મુજબ શાળાઓની પસંદગીનો કેમ્પ યોજાશે. શહેરની અને શહેર નજીકના ગામડાંની પ્રાથમિક શાળાઓમાં મેરિટ લિસ્ટ ઊચું રહેતું હોય છે. જ્યારે અંતરિયાળ ગામડાંમાં મેરિટ નીચું રહેતું હોય છે.(file photo)