Site icon Revoi.in

વાહનની બેટરીમાં સમસ્યા સર્જાય તે પહેલા જ મળવા લાગે છે સંકેત, જાણો સંકેત

Social Share

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિક, પેટ્રોલ અને સીએનજી વાહનમાં બેટરીનો ઉપયોગ થાય છે. જો તમારી પાસે કાર છે અને તમે ઇચ્છો છો કે બેટરીના કારણે તમારી કાર રસ્તા બંધ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાહનની બેટરી ખરાબ થતાની સાથે જ તેના સંકેત મળવા લાગે છે. આવો જાણીએ બેટર ખરાબ થતા શું સંકેત મળે છે ?

મોટરકાર સહિતના વાહનોની લાઈટ પહેલા જેટલો પ્રકાશ ના આપે તો સમજવું કે બેટરી ખરાબ થઈ રહી છે. જેથી વાહનની હેટલાઈટ ઓછો પ્રકાશ આપવા લાગે તો તાત્કાલિક સમય કાઢીને બેટરીની તપાસ કરાવી લેવી જોઈએ.

સવારમાં જ્યારે વાહન સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરીએ ત્યારે સેલ્ફ સ્ટાર્ટમાં સમસ્યા આવે તો સમજી લેવું કે બેટરી ફેલ થવાની તૈયારીમાં છે.

પ્રીમેચ્યોર બેટરી ફેલ થવા પાછળનું કારણ એ છે કે, વાહનને કેવી રીતે ચાર્જ કરી રહ્યા છો. ફાસ્ટ ચાર્જરનો વધુ પડતો ઉપયોગ બેટરીનું જીવન બગાડે છે. તે જ સમયે, બેટરીને સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ કરવા અથવા દર વખતે તેને 100% ચાર્જ કરવાથી પણ બેટરીનું જીવન ઘટે છે. બેટરીને સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ કરવું એ પણ બેટરીની નિષ્ફળતા માટેનું એક મુખ્ય કારણ છે. હવામાનની બેટરી પર પણ મોટી અસર પડે છે. આ કારણે બેટરી પણ સમય પહેલા બગડી શકે છે. વાહનની બેટરીનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, જેથી લાંબા પ્રવાસમાં વાહન માર્ગમાં પરેશાન ના કરે.