- આજથી શાદરીય નવરાત્રીનો આરંભ
- પીએમ મોદીએ નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી
આજથી શાદીય નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, આજે પહેલું નોરતુ છે માતાજીની આરધના અને પૂજા કરવાના નવ દિવસનો આ ઉત્સવ છે, ગરબા ખેલૈયાઓ માટે આજથી ગરબાના તાલે ઝુમવાનો દિવસ છે,ત્યારે 9 દિવસન નવલી નવરાત્રીની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
પીએમ મોદી સહીત ગૃહમંત્રી અમિતશાહ તથા અનેક નેતાઓએ આજથી શરુપ થનારા પર્વ પર તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.
शक्ति की उपासना के महापर्व नवरात्रि की आप सभी को बहुत-बहुत शुभकामनाएं। आस्था और विश्वास का यह पावन अवसर हर किसी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। जय माता दी!
— Narendra Modi (@narendramodi) September 26, 2022
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે દરેકને શક્તિની ઉપાસનાના મહાપર્વ તહેવાર નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આસ્થા અને વિશ્વાસનો આ પાવન અવસર દરેક કોઈના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ પ્રેરિત કરે. જય માતા દી!
આ સાથે જ ગૃહમંત્રી અમિતશાહે પણ દેશવાસીઓને આજથી શરુથનારા પાવનપર્વની શુભેચ્છાઓ પાઠવી છે.
समस्त देशवासियों को नवरात्रि के पावन पर्व की हार्दिक शुभकामनाएं।
माता रानी सभी पर अपनी कृपा बनाये रखें…जय माता दी! pic.twitter.com/YPA8KKlqaX
— Amit Shah (@AmitShah) September 26, 2022
ઉલ્લેખનીય છે કે આ નવ દિવસે માતાના અલગ અલગ રુપની પૂજા કરવામાં આવે છે,નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે. શેલ એટલે પથ્થર કે પર્વત. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં તેના નામની જેમ સ્થિરતા આવે છે. આ તહેવારના દિવસોમાં શક્તિપીઠમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.