1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિવાળીના તહેવારોનો આરંભ, રવિવારે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરાશે
દિવાળીના તહેવારોનો આરંભ, રવિવારે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરાશે

દિવાળીના તહેવારોનો આરંભ, રવિવારે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરાશે

0
Social Share

અમદાવાદઃ દિવાળીના તહેવારની આજે અગિયારસથી શરૂઆત થઇ છે. ત્યારે આજે અગિયારસ અને વાક્ બારસનો સંયુક્નાત સંયોગ છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં હતા એટલા માટે જ આજના દિવસે વસુ પૂજનનું મહત્વ છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીજીની પુજા થાય એ પહેલાં સરસ્વતીની પુજા કરવામાં આવે છે. વાક્ એટલે કે વાણી. વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પણ આજે પૂજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતીઓ વાક્ બારસે ઊંબરા પૂજવાની શરૂઆત કરે છેગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલના પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા પણ કરે છે.

હિન્દુ સંસ્કૃતિ અનુસાર અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળીના તહેવારોની ઉજવણી શરુ થઈ હતી. આવતીકાલે ધનતેસરની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. શુભ મુહર્તમાં લક્ષ્મી માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવશે. આ ઉપરાંત આ પાવન પર્વ પર લોકો સોના-ચાંદીની ખરીદી કરશે. શનિવારના રોજ કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવશે. જ્યારે રવિવારના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ઉજવણી કરાશે. હાલ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારોને લઈને લોકો વિવિધ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો હાલ અંતિમ તબક્કાની ખરીદી કરી રહ્યાં છે. હિન્દુ સંસ્કૃતિમાં દિવાળીના પર્વનું અનેરુ મહત્વ છે. હવે દિવાળીના તહેવારની ઉજવણી માત્ર ભારત જ નહીં પણ દુનિયાના વિવિધ દેશોમાં પણ જ્યાં ભારતીયો વસવાટ કરે છે ત્યાં કરવામાં આવે છે. અમેરિકાના વાઈટહાઉસમાં પણ દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code