Site icon Revoi.in

પીએમ મોદીએ કોરોનાવાયરસ સામે લડાઈમાં રસીકરણનો કર્યો પ્રારંભ

Social Share

દિલ્લી: આજના દિવસના સમગ્ર દેશને આતુરતાથી રાહ જોતો હતો. કેટલાક દિવસોથી દેશના દરેક ઘરમાં તમામના મોઢા ઉપર જ એક જ સવાલ હતો કે કોરોનાની રસી ક્યારે આવશે. હવે કોરોનાની રસી આવી ગઈ છે. ખુબ જ ઓછા સમયમાં આવી છે. ભારતમાં દુનિયાના સૌથી મોટુ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. આજ વૈજ્ઞાનિક, રસી રિસર્ચ રીતે જોડાયેલા લોકો પ્રસંશાને હકદાર છે. તેઓ ધણા મહિનાઓથી રસી માટે કામ કરતા હતા. તેમણે તહેવાર જોવો નથી સામાન્ય રીતે એક રસી બનાવવામાં વર્ષો લાગે છે. પરંતુ આટલા ઓછા સમયમાં બે-બે મેઈડિન ઈન્ડિયા રસી તૈયાર થઈ છે. એટલું જ નહીં અન્ય રસી ઉપર કામ ચાલી રહ્યું છે.

જેને સૌથી વધારે જરૂરી છે તેને સૌથી પહેલા કોરોનાની રસી લાગશે. જેને કોરોનાનું સૌથી વધારે સંક્રમણનો ભય છે તેમને રસી લાગશે. ડોકટર, નર્સિસ, સફાઈ કર્મચારી વગેરે તેઓ કોરોનાની રસીના પ્રથમ હકદાર છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલના તમામ લોકોને પ્રથમ રસી લાગશે. ત્યાર બાદ જરૂરી સેવા અને દેશની સેવાની જવાબદારી છે તેમને રસી આપવામાં આવશે. આ તમામ લોકોની રસીનો ખર્ચ ભારત સરકાર ઉઠાવશે. આ રસીકરણ અભિયાનની તૈયારીઓ માટે રાજ્ય સરકારની મદદથી સમગ્ર દેશમાં ટ્રાયલ રન કરવામાં આવ્યું છે. રસીકરણ માટે નોંધણી સહિત ટ્રેકિંગ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. પ્રથમવાર રસી આપ્યાં બાદ બીજી વખત ક્યાંરે રસી અપાશે તેની ફોન ઉપર જાણકારી આપવામાં આવશે. કોરોના રસીના બે ડોઝ જરૂરી છે. પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે લગભગ એક મહિનાનો સમયગાળો રાખવામાં આવશે. બીજો ડોઝ લીધાના બે સપ્તાહ બાદ આપના શરીરમાં કોરોનાની વિરોધમાં જરૂરી શક્તિ પેદા થશે. આપ તમામ રસી લીધા બાદ માસ્ક પહેરવાનું ભૂલવાનું કે સમાજીક અંતર ભુલતા નથી. આપ લોકોએ ધૈર્ય સાથે કોરોનાનો સામનો કર્યો તેવું ધેર્યા રસી માટે રાખવું પડશે. ઈતિહાસમાં આવડુ મોટુ અભિયાન કયારે જ ચલાવવામાં આવ્યું નથી.

દુનિયાના 100થી વધારે દેશ એવા છે જેની સંખ્યામાં 3 કરોડથી ઓછી છે. જ્યારે ભારત પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને રસી આપશે. જ્યારે બીજા તબક્કામાં 30 કરોડ સુધી આ આંકડો લઈ જવાશે. વૃદ્ધોને બીજા તબક્કામાં રસી અપાશે. ભારત, ચીન અને અમેરિકાની વસતી 30 કરોડથી વધારે છે. જેથી ભારતનું આ અભિયાન એટલું મોટુ છે. વૈજ્ઞાનિક અને તજજ્ઞો મેડ ઈન ઈન્ડિયા રસીને લઈને સમહત થયા બાદ ઈમરજન્સી મંજૂરી આપવામાં આવી છે.

દુનિયાના 60 ટકા બાળકોને જીવનરક્ષક રસી લાગે છે તે ભારતમાં જ બને છે. ભારતના વૈજ્ઞાનિકો ઉપર દુનિયાનો વિશ્વાસ મેઈડિન ઈન્ડિયા રસી ઉપર વધુ મજબુત થશે. આ ભારતીય રસી વિદેશી રસી કરતા સસ્તી છે અને ઉપયોગ સરળ છે. વિદેશની રસીઓનો ડોઝ 8 હજાર જેટલો છે. જ્યારે ભારતીય રસી એટલી ટેકનીકથી બનાવી છે. જેને સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન માટે ભારતીય સ્થિતિ માટે અનુકુળ છે. કોરોનાથી અમારી લડાઈ આત્મવિશ્વાસ ઓછો નહીં પડવા દઈએ. જ્યારે ભારતમાં કોરોના આવ્યો ત્યારે દેશમાં કોરોના ટેસ્ટીંગની એક લેબ હતી. આપણે 2300થી વધારે નેટવર્ક ઉભું કર્યું છે. જ્યારે શરૂઆતમાં માસ્ક, પીપીઈ કીટ માટે વિદેશ નિર્ભર હતા. આજે આત્મવિશ્વાસ સાથે દેશમાં જ બને છે અને અન્ય દેશમાં નિકાસ કરીએ છીએ.

કોરોના વિરુદ્ધની લડાઈમાં સમગ્ર દેશે એકતાની ભાવનાથી લડ્યાં છીએ. ગયું વર્ષે જોઈએ તો આપણે ગણુ સમજ્યાં અને શિખ્યાં છીએ. આ રસીકરણના આરંભ સાથે એ સમયને હું યાદ કરું છું. સામાન્ય રીતે બીમારીમાં સમગ્ર પરિવારમાં બીમાર વ્યક્તિની સારવારમાં જોડાય છે. જો કે, આ બીમારીએ બીમારને એકલો કરી નાખ્યો છે. આ બીમારીમાં વૃદ્ધ અને બાળકો હોસ્પિટલમાં એકલા લડ્યાં હતા. નીરાસાના આ વાતાવરણમાં કોઈ આશાનું સંચાર કરતું હતું. અમને બચાવવા માટે પોતોના જીવને સંકટમાં મુકી રહ્યાં હતા.

આપણા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ ડ્રાઈવ, આશાવર્કર, સફાઈ કર્મચારી અને પોલીસ અને ફ્રન્ટલાઈન વર્કસે પોતોના કામને પ્રાથમિકતા આપી હતી. અનેક સાથી એવા છે કે, જેઓ પરત ફર્યાં જ નથી. તેમણે એક-એક જીવન બચાવવા માટે પોતાનું જીવન આહુત કર્યું હતું. જેથી આજે કોરોનાનું પહેલા કોરોનાનું પહલી રસી આરોગ્ય કર્મચારીઓને આપીને તેમનું ઋણ ચુકવી રહ્યાં છીએ. અનેક સમસ્યા અને મહામારી આવી અને યુદ્ધ થયા પરંતુ કોરોના જેવા પડકરની કોઈએ કલ્પના પણ ન હતી. તમામ દેશોમાંથી જે તસવીરો અને સમાચારો સમગ્ર દેશ અને ભારતીયોને વિચલીત કરી રહ્યાં હતા. આવા સમયે દુનિયાના તજજ્ઞો ભારતને લઈને આશંકા જગાવતા હતા. જો કે, ભારતની વધારે વસતીને કમજોરી બતાવતા હતા. તેને આપણે તાકાત બનાવી છે. ભારતે 24 કલાક સતર્ક રહી ને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે. 30 જાન્યુઆરીના રોજ ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. જો કે, તેના બે સપ્તાહ પહેલા એક ટીમ બનાવી હતી. 17મી જાન્યુઆરી 2020ના રોજ પહેલી એડવાઈઝરી જાહેર કરી હતી. ભારત દુનિયાના એ પહેલા દેશોમાં છે જેણે એરપોર્ટ ઉપર સ્ક્રીનીંગ શરૂ કર્યું હતું. જનતા કરફ્યુમાં તમામ દેશવાસીઓ સફળ થયા હતા. લોકોને લોકડાઉન માટે તૈયાર કર્યાં હતા. અમે તાલી, થાળી અને દિવા સાથે દેશનો વિશ્વાસ વધાર્યો હતો. લોકડાઉનનો નિર્ણય સરળ ન હતો. દેશવાસીઓએ કોરોના સામે લડાઈ લડી.

કોરોના કાળમાં વંદેભારત યોજના હેઠળ લાખો લોકોને વિદેશથી ભારત લાવવામાં આવ્યાં હતા. ભારતે આ મહામારી સામે લડાઈ લડતા તેની નોંધ સમગ્ર દુનિયાએ લીધી છે. તમામ લોકો એક થઈને કેવી રીતે કામ કરી શકયા તેનું ઉદારહણ ભારતે દુનિયાને પુરુ પાડ્યું છે. સામાજીક અંતર અને માસ્કના વપરાશમાં ભારત અગ્રણી દેશોમાં સામેલ છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ દર ઓછો છે અને રિકવરી રેટ વધારે છે. લોકડાઉન પ્રભાવિત ભારત અર્થતંત્ર ફરી ધમધમતુ થયું છે. 150 દેશમાં જરૂરી દવાઓ અને સુવિધાઓ પુરી પાડી છે. ભારતે અન્ય દેશના લોકોને બચાવવાના પ્રયાસ કર્યાં છે. ભારતે પોતાની રસી બનાવી છે ત્યારે દુનિયા ભારત તરફ આશાની નજર તરફ જોઈ રહ્યું છે. ભારતની રસી, ભારી ઉત્પાદન ક્ષમતા એ આપણી પ્રતિબ્ધતા છે. આ રસીકરણ લાંબુ ચાલશે. લોકોનું જીવન બચાવવાનો મોકો મળ્યો છે. આ અભિયાન સાથે જોડાવવા વેલેન્ટીયર આગળ આવી રહ્યાં છે.