Site icon Revoi.in

સોનમાથ ખાતે શિવ મહોત્સવનો આરંભ –  મહા શિવરાત્રિના પર્વ પર શિવભક્તોની જામી ભીડ

Social Share

વેરાવળ – સોમનાથ તીર્થ કે જ્યા પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે, જ્યા શિવભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ખાસ કરીને જ્યારે શ્રાવમ મહિનો હોય ત્યારે અને શિવરાત્રીના મહાપર્વ પર શિવભક્તો ગુજરાત સહીત અનેક રાજ્યોમાંથી આવતા હોય છે, કોરોનાના 2 વર્ષ જેટલા લાંબાગાળા બાદ આ વર્ષે મહાશિવરાત્રિનો પર્વ ઉજવાઈ રહ્યો છે જેને લઈને શિવભક્તોની ભારે ભીડ જોવા મળી છે.

હાલ સોમનાથ ખાતે આ મહોત્સવની ભવ્ય તૈયારીઓ થઈ ચૂકીછે. મહાશિવરાત્રી પર્વે સોમનાથ મંદિર સતત કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.

મહાશિવરાત્રીના પ્રવને લઈને પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનુ વિશેષ પૂજન, આરતી સહિત ઘાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું છે અને દર્શનાર્થીઓએ સરકારની ગાઇડ લાઇનના ચૂસ્ત પાલન સાથે દર્શન કરવા દેવામાં આવશે.

આ સાથે જ જે શિવભક્તો અહી સુધી આવી શક્યા નથી તેમના માટે દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જે હેઠળ સોશ્યલ મીડીયાના માધ્યમથી દેશ-વિદેશના ભક્તો પોતાના નિવાસ સ્થાનેથી જ ભગવાન શિવના દર્શન કરી શકશે.મહાશિવરાત્રી પર્વ પર પ્રતિવર્ષ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવી રહેલ છે જેમાં આજથી બે દિવસીય વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે આવતી કાલે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ચાર થી લઇ સતત કલાક ભક્તજનો માટે ખુલ્લુ રહેનાર છે. શિવરાત્રીના પર્વ પર સોમનાથના માર્ગો  જય સોમનાથના નાદથી ગુંજી ઉઠશે