Site icon Revoi.in

બેઈજિંગ વિશ્વનું પહેલું શહેર કે જ્યાં સમર અને વિન્ટર ગેમ્સ હોસ્ટ થઈ

Social Share

દિલ્હી:ચીનમાં યોજાયેલી વિન્ટર ઓલમ્પિક બાદ ચીનના બેઈજિંગ શહેરના નામે વધુ એક રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. ચીનની રાજધાની બેઇજિંગ વિશ્વનું પહેલું શહેર બની ગયું છે જેણે સમર અને વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કર્યું હોય.

હાલ ચીન માટે સૌથી મોટો પડકાર ખેલાડીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઇને રહેશે. દેશમાં કોરોનાનો પ્રસાર રોકવો જરૂરી રહેશે. દરેક ખેલાડીઓનો દરરોજ કોરોના ટેસ્ટ થશે. તથા દરેક ખેલાડીઓને હોટલ અને આયોજન સ્થળથી બહાર જવાની અનુમતી નહીં હોય. જોકે ગેમ્સમાં સીમિત સંખ્યામાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,ચીનમાં યોજાયેલી વિન્ટર ઓલમ્પિકને કેટલાક દેશો દ્વારા બોયકોટ કરવામાં આવી છે. જાણકારી અનુસાર ઓલમ્પિકમાં 91 દેશોના 2871 જેટલા એથલીટો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.

બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં 7 રમતોમાં 109 ઇવેન્ટ રમાશે. એટલે કે 109 ગોલ્ડ મેડલ માટે મેચ રમાશે. 91 દેશના 2871 એથલીટો ભાગ લઇ રહ્યા છે.જેમાં 1581 પુરુષ અને 1290 મહિલા એથલીટોનો સમાવેશ થાય છે.

વિશ્વની બે મહાસત્તા અમેરિકા અને ચીન વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય સબંધોમાં ઘણા મુદ્રાઓ પર એક-બીજાની સામ-સામે આવી ગયા છે. તેની અસર વિન્ટર ઓલિમ્પિકમાં પણ પડી છે. ચીન પહેલીવાર વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કરી રહ્યું છે. એમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ ચીનમાં (ખાસ કરીને શિંજિયાનમાં) માનવાધિકાર ઉલ્લંઘનનો મામલો ઉઠાવતા ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીમાં કોઇ પણ અધિકારીને મોકલવાનો ઇનકાર કરી દીધો છે.

હવે ભારતે પણ તેનો ડોમેસ્ટિક બોયકોટ કર્યો છે. જોકે ભારતના બોયકોટનું કારણ અલગ છે. ગત વર્ષે ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ટકરાવ થઇ હતી. ભારતે ચીન પર રમતમાં રાજનીતિ લાવવાનો આરોપ કરતા ડોમેસ્ટિક બોયકોટ કર્યો છે.