Site icon Revoi.in

ગર્લ્સના ફેવરિટ બન્યા વ્હાઈટ રંગના બોટમ વેર, આપે છે શાનદાર લૂક પરંતુ ખરીદી વખતે એકસ્ટ્રા કેરની છે જરુર

Social Share

 

ફેશન એટલે જે હંમેશા સમય સાથે પરિવર્તન પામે છે તો ક્યારેક પરિવર્તન પામી ચૂકેલી ફેશન નવા સ્વરુપે પાછી ફરે છે, ફેશનની દુનિયામાં છેલ્લા થોડા વખતથી બોટમવેરમાં ટ્રાઉઝર પેન્ટનો ટ્રેન્ડ વધતો જોવા મળી રહ્યો છે.

ટ્રાઉઝર્સમાં હવે એકથી અનેક ખાસ કલર અને પેટર્ન એવલિબલ હોય છે, જે માનુનીઓને યુનિક દેખાવ આપવામાં મહત્વનો ફાળો આપે છે,ખાસ કરીને આજકાલ સફેદ જિન્સ, ચીનોસ, ડ્રોસ્ટ્રીંગ્સ, કેપ્રિસ કે શોર્ટસ અથવા સફેદ બોટમ પેન્ટ  ખૂબ જ પ્રચલીત બન્યા છે.

સફેદ ટ્રાઉઝર બ્લેકથી લઈને અનેક ડાર્ટ કે લાઈટ કલર પર પહેરી શકાય છે જે તમને આકર્ષક લૂક પ્રદાન કરે છે,તમે સમન્દર કિનારે કેઝયુઅલવેર તરીકે પણ સફેદ ટ્રાઉઝર પહેરી શકો છો. અથવા કોકટેલ પાર્ટીમાં પણ સફેદ ટ્રાઉઝર દ્વારા વ્યક્તિત્વને નિખારી શકો છો.સફેદ ટ્રાઉઝર પહેરવાથી સુંદર દેખાવ તો આવે જ છે સાથે સાથે તમારી પર્સનાલિટી બીજાઓ કરતા જુદી તરી આવે છે.

સફેદ ટાઉઝર્સ પર આજકાલ બ્લેક ટોપ કે ટિશર્ટનો ક્રેઝ વધ્યો છે, આ ચાઉઝર્સ માત્ર પાર્ટીમાં જ નહી પરંતુ ઓફીસમામ પણ વધપ લોકો કેરી કરી રહ્યા છે, આ સાથે જ કોલેજ કરતી યુવતીઓમાં પણ સફેદ ટ્રાઉઝર્સ ટ્રેન્ડી બન્યા છે.સફેદ ટ્રાઉર્સની સાથે સફેદ ટિશર્ટ પર બ્લેક ઝેટેક કે શ્રગ પહેરવાનું પણ મોટા ભાગની યુવતીઓ પસંદ કરે છે.

સફેદ ટ્રાઉઝર્સ ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો