- દેશમાં વધતા જતા મંકીપોક્સના કેસ
- સંક્રમિત લોકો માટે ક્વોરેન્ટાઇન ફરજિયાત
- નિયમનો અમલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ
દિલ્હી:મંકીપોક્સથી સંક્રમિત લોકો માટે ક્વોરેન્ટાઇન ફરજિયાત બનાવનાર બેલ્જિયમ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ વાયરસ સમગ્ર યુરોપમાં ફેલાયો છે.એકલા યુકેમાં મંકીપોક્સના 20 કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં લગભગ 12 દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે.
બેલ્જિયનના અધિકારીઓએ જાહેરાત કરી હતી કે,જે લોકો વાયરસથી સંક્રમિત જણાયા છે અને શીતળાના લક્ષણો દર્શાવે છે તેઓને 21 દિવસ માટે આઈસોલેશનમાં રાખવામાં આવશે.દેશના રિસ્ક એસેસમેન્ટ ગ્રુપ અને સ્વાસ્થ્ય અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ રોગ સૌપ્રથમ વાનરમાં જોવા મળ્યો હતો.મંકીપોક્સ વિશે સૌથી ચિંતાજનક બાબત એ છે કે,વાયરસ જાતીય સંભોગ સહિત શારીરિક સંપર્ક દ્વારા માણસથી માણસમાં ફેલાય છે.
UKHSA ના ચીફ મેડિકલ એડવાઈઝર ડૉ. સુજૈન હોપકિન્સે જણાવ્યું હતું કે,યુકેમાં મંકીપોક્સના અપડેટ થયેલા કેસ સોમવારે જાહેર કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી હતી કે,મોટાભાગના મામલા એવા લોકોના સામે આવ્યા છે જેઓ પોતાને સમલૈગીંગ અથવા બાયસેક્સ્યુઅલ ગણાવે છે. આવા લોકોમાં જ કોમ્યુનિટી ટ્રાન્સમિશન જોવા મળ્યું છે.
ડૉ. હોપકિન્સે કહ્યું કે અમે એવા લોકોનો આભાર માનવા માંગીએ છીએ જેઓ આગળ આવીને ટેસ્ટ કરાવી રહ્યા છે.