- રિપોર્ટમાં થયો ખુલાસો
- ધ ગ્રેટ વોલ ઓફ ચાઈનાની નીચે છે રેલવે સ્ટેશન
- ચીનમાં અત્યારે બેઈજિંગ ઓલમ્પિક ચાલે છે
અમદાવાદ: ચીન વિશે કેટલીક વાતો હશે કે જેના વિેશે દુનિયામાં કોઈને જાણકારી હશે નહી. આવામાં એક એવી જાણકારી પણ જાણવા મળી રહી છે કે ચીનમાં જમીનથી 102 મીટર નીચે ઊંડુ અને 36000 વર્ગ મીટર કરતા વધારેના ક્ષેત્રને કવર કરતા, ત્રણ માળની સંરચનાને દુનિયાનુ સૌથી ઊંડુ અને સૌથી મોટુ ભૂમિગત હાઈ-સ્પીડ રેલવે સ્ટેશન આવેલું છે.
યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ હેઠળ આ રીતના એક જટિલ સ્ટેશનનુ નિર્માણ કરવુ, જેમાં 12 કિલોમીટર લાંબી સુરંગ પ્રણાલી સામેલ છે.
2022ની બીજિંગ વિન્ટર ઓલિમ્પિક્સ ઝડપથી નજીક આવી રહી છે ત્યારે, વિશ્વની પ્રથમ સ્વ-ડ્રાઇવિંગ હાઇ-સ્પીડ ટ્રેન પહેલેથી જ કાર્યમાં છે, જે બે મુખ્ય શહેરો ઐતિહાસિક બીજિંગ-ઝાંગજિયાકોઉ ઇન્ટરસિટી રેલ્વે વચ્ચે રમતવીરો અને અધિકારીઓનું પરિવહન કરી રહી છે.
ચીનના સરકારી મીડિયા અનુસાર વિસ્ફોટકોને મિલી સેકન્ડ સુધી કરવા માટે એન્જિનિયરોએ ઈલેક્ટ્રોનિક ડેટોનેટરનો ઉપયોગ કર્યો. આ પહેલીવાર હતુ જ્યારે ચીનમાં પ્રૌદ્યોગિકીનુ ઉપયોગ કરવામાં આવ્યુ હતુ અને શ્રમિકોને પ્રતિ સેકન્ડ 0.2 સેન્ટિમીટરથી નીચેની કંપન વેગ બનાવવાની અનુમતી આપવામાં આવી હતી.