Site icon Revoi.in

જામનગરના ખેડૂતોને ફાયદો, પહેલી વાર હરાજીમાં એરંડાનો ભાવ રૂ.1400 બોલાયો

Social Share

જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં એરંડાનો ઇતિહાસિક રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતને હરાજી દરમ્યાન મળ્યો છે. જામનગર પંથકના જ ફાચરીયા ગામનાસતિષભાઈ દામજીખેડૂત 16 ગુણી એરંડાના જથ્થા સાથે હાપામાર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને હરાજી દરમિયાન સારા પાકને લઈને એરંડાના એક મણે 1400 જેટલા રેકોર્ડ બ્રેક હાઇએસ્ટ ભાવ ખેડૂતને મળ્યા છે.

આ ઉપરાંત હાપા માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસીમાં સમગ્ર ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાવાયો છે. જેમાં સૌપ્રથમ મગફળીના સમગ્ર દેશભરના ઊંચા ભાવ બોલાયા હતા. ત્યાર પછી કપાસ, અજમો અને જીરું વગેરેના વેચાણમાં આ વખતે નવા કીર્તિમાન સ્થાપિત થયા છે, ત્યાર પછી આજે પાંચમી જણસ એરંડામાં પણ નવો રેકોર્ડ નોંધાયો છે.

જો કે કૃષિના જાણકારો અનુસાર વાતાવરણ ખેડૂતોને વધારે પ્રમાણમાં માફક આવતા પાકમાં સારું પ્રમાણ અને ગુણવત્તા પણ જોવા મળી છે. આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું મળી રહે તો ખેડૂતોને આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે.