લીલા ચણા દરરોજ આરોગવાથી થાય છે ફાયદા…. જાણો
લીલા ચણાને બધા સ્પ્રાઉટ્સ એટલે કે અંકુરના અનાજમાં સૌથી વધુ પૌષ્ટિક અને ફાયદાકારક માનવામાં આવે છે. આ એક સુપર ફૂડ છે જેમાં ઘણા જરૂરી વિટામિન, મિનરલ્સ, એન્ટિઓક્સિડેન્ટસ અને ફાઈર મળી આવે છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. લીલા ચણામાં વિટામિન સી, વિટામિન કે, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો ભરુપુર માત્રામાં મળી આવે છે. આ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને ઘણી બીમારીઓથી બચાવે છે. 100 ગ્રામ લીલા ચણામાં કેટલા પોષક તત્વો હોય છે અને આ આપણા સ્વાસ્થ્ય માટે કઈ રીતે ફાયદાકારક છે, જાણીએ…
• 100 ગ્રામ લીલા ચણામાં ઘણા પોષક તત્વો મળી આવે છે
પ્રોટીન- લગભગ 9 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ- 20 ગ્રામ, ફાઈબર- 16 ગ્રામ, વિટામિન C- 88 મિલીગ્રામ, વિટામિન K- 100 માઈક્રોગ્રામ, ફોલેટ- 433 માઈક્રોગ્રામ, મેગ્નેશિયમ- 51 મિલીગ્રામ, આયર્ન- 2.7 માઈક્રોગ્રામ
• પાચન તંત્ર સ્વસ્થ બની રહે છે
લીલા ચણા આપણા પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે ઉચ્ચ ફાઈબર માત્રાના કારણે પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. લીલા ચણામાં 100 ગ્રામ દીઠ 16 ગ્રામ ફાઈબર હોય છે. આ ફાઈબર આપણા આહારમાં કબજીયાત જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે, સાથે પેટને સાફ રાખીને પાચન તંત્રની અન્ય મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. આ રીતે લીલા ચણાને નિયમિત રીતે ખાવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. અને પાચન તંત્ર સ્વસ્થ બની રહે છે. આ એક ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક શઆકભાજી છે. જે લોકો વજન ઘટાડવા માગે છે, તેમના માટે લીલા ચણા એક સારો વિકલ્પ હોય શકે છે. આ વજન નિયંત્રણ માટે ખૂબ પ્રભાવી છે, કેમ કે તેમાં ઓછી કેલેરી હોય છે. સાથે જ ફાઈબરથી ભરપૂર હોય છે. લીલા ચણામાં 100 ગ્રામ દીઠ 44 કેલેરી હોય છે. જે ખૂબ ઓછી છે. સાથે જ ઉચ્ચ ફાઈબર પણ પેટ ભરેલું રાખીને ખોરાકમાં કેલેરી ઘટાડવામાં મદદ કરે છે.