Site icon Revoi.in

કમળના ફાયદા વિશે જાણો છો? વાંચો કેવી રીતે સ્વાસ્થ્ય માટે છે તે ફાયદાકારક

Social Share

કોમળ ફૂલની જો વાત કરવામાં આવે તો તેમાં કમળની તો વાત આવે જ, પણ તમામ લોકોએ તે વાત પણ જાણવી જરૂરી છે કે કમળના સ્વાસ્થ્યને લઈને પણ અનેક ફાયદા છે. આયુર્વેદ મુજબ, કમળના ફૂલમાં એપોમોર્ફિન અને ન્યુસિફેરિન નામના બે સંયોજનો જોવા મળે છે, જે મગજને તેની પર અસર કરીને શાંત કરવાનું કામ કરે છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો કમળના ફૂલની શીતળતા તમારા મનને શાંત કરવા સાથે શરીરના તાપમાન અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કમળના સદઉપયોગથી ફીલ-ગુડ હોર્મોન્સ વધે છે, જે તણાવ ઘટાડે છે એટલું જ નહીં, પરંતુ તમને ઊંઘવામાં પણ મદદ કરે છે. કમળના અર્કનો ઉપયોગ તણાવ અને ચિંતામાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ડિપ્રેશનમાં રહેતા લોકો; તે તેમના માટે પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

કમળનું ફૂલ વૃદ્ધત્વ વિરોધી તરીકે પણ કામ કરે છે. ત્વચાને ચમકદાર બનાવવાની સાથે, તે વધારાનું તેલ નિયંત્રિત કરે છે, જે ખીલ ઘટાડે છે. કમળના ફૂલમાં રહેલા બળતરા વિરોધી ગુણધર્મો ફોલ્લીઓ અને બળતરાની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. તે ત્વચામાં વિટામિન એ પણ ધરાવે છે.