- બંગાળમાં કોરોનાવાયરસના કેસનો આતંક
- રાજ્ય સરકારે 16થી 30 મે સુધી લોકડાઉનની કરી જાહેરાત
- કોરોનાના સંક્રમણને રોકવા માટે કર્યુ લોકડાઉન
કોલકત્તા: દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસના ઓછા થઈ રહ્યા છે તો કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે હવે બંગાળની સરકારે પણ રાજ્યમાં લોકડાઉનના આદેશ આપ્યા છે.
બંગાળમાં 16 મે થી લઈને 30 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને લોકડાઉન દરમિયાન જરૂરીયાત વાળી સેવાઓ જ ચાલુ રહેશે. બંગાળમાં લોકડાઉનનું કડકપણે પાલન થાય તે માટે પ્રાઈવેટ ઓફિસ, સ્કૂલો અને કોલેજોને પણ બંધ કરી દેવામાં આવી છે.
લોકડાઉન દરમિયાન ફળ-શાકભાજી, દૂધ અને જરૂરીયાત વાળી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. મિઠાઈની દુકાનોને પણ 5 વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે અને બેંકની કામગીરી સવારે 10થી 2 વાગ્યા સુધીની રહેશે.